Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

પીકેએલ-6માં પુનેરીએ લગાવી જીતની હેટ્રિક: બેંગ્લુરુને મળી પહેલી હાર

નવી દિલ્હી: પુણેરી પલટાને શાનદાર પ્રદર્શન બતાવીને પ્રો કબડ્ડી લીગના છઠ્ઠા સીઝનના 28માં મેચમાં બેંગ્લુરુ બુલ્સને એક રોમાંચક મેચમાં 27-25થી પરાજિત કરી હતી. પુનેરીએ આઠ મેચોમાં સતત ત્રીજી જીત અને કુલ પાંચ જીત મેળવી લીધી છે. પુનેરીએ હવે 30 અંક મેળવી લીધા છે અને તે જોન-એમાં પહેલા નંબર પર આવી ગઈ છે.

જયારે બીજી તરફ બેંગ્લુરુ બુલ્સને પહેલી વખત હારનું મોઢું જોવું પડ્યું છે. પહેલા હાફમાં 13-10થી પુણેરી આગળ હતી પણ બેંગ્લુરુ બુલ્સે બીજા હાફમાં પોતાની સારી વાપસી કરીને સ્કોર એક સમયે 25-25 થઇ ગયો હતો પણ પુનેરીએ સતત 2 અંક મેળવીને મેચ 27-25થી જીતી લીધી હતી.

(5:42 pm IST)