Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

તબિયત સારી હોવાથી ભુવનેશ્વર ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ પ્રવાસની ટેસ્ટ સિરિઝ માટેની ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વરને પસંદ કરવામાં આવ્યો નથી. જેના કારણે ભારતીય ટીમના ફિઝિયો પેટ્રિક ફરહત અને ફિટનેસ ટ્રેનર શંકર બાસુની ભૂમિકા અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે. ભુવનેશ્વર બોલને સ્વિંગ કરાવવામાં માહેર છે અને તેના જેવા એક્સપર્ટ બોલરની ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતને ખોટ પડશે તે સ્વાભાવિક છેઉત્તર પ્રદેશના મીડિયમ પેસર ભુવનેશ્વરને આઇપીએલ શરૃ થઈ ત્યારથી પીઠના સ્નાયુઓ જડકાઈ જવાના કારણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઈંગ્લેન્ડ પ્રવાસમાં મર્યાદિત ઓવરની તમામ મેચો રમી શક્યો નહતો. પસંદગીકારોએ ભુવનેશ્વરને ટેસ્ટ ટીમમાં સ્થાન નથી આપ્યું ને તેની ચકાસણી બોર્ડની મેડિકલ ટીમ કરી રહી છે. તેવી જાહેરાત કરી હતીદરમિયાનમાં બીસીસીઆઇના સિનિયર ઓફિસિઅલે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે, ફિટ હોવા છતાં ભુવનેશ્વરને ભારતે શા માટે ત્રીજી વન ડેમાં રમાડવા માટે ઉતાર્યો હતો ? શું તેના પર કોઈનું દબાણ હતું ? અંગે કોચ રવિ શાસ્ત્રીને સવાલ પુછવો જોઈએ. વધુમાં ભારતીય ટીમના ફિઝિયો તેમજ ટ્રેનર માત્ર સ્ટાર ખેલાડીઓના અંગત ટ્રેનર-ફિઝિયોની જવાબદારી સંભાળે છે કે ટીમના અન્ય ખેલાડીઓ પર પણ ધ્યાન આપે છે ? તેવો સવાલ પણ ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યો છે.

(5:02 pm IST)