Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

મેસી - રોનાલ્ડોનો નહિં પણ એમબાપેનો ગોલ વર્લ્ડકપમાં રહ્યો સૌથી વધુ લોકપ્રિય

હાલમાં સંપન્ન થયેલા ફૂટબોલ વર્લ્ડકપની ફાઈનલમાં ફ્રાન્સના કાયલીયન એમબાપેનો ગોલ ટ્વીટર પર સૌથી વધુ લોકપ્રિય બની ગયો છે. તેણે ફૂટબોલના પ્રખ્યાત ખેલાડીઓ મેસી અને રોનાલ્ડોને પણ પાછળ રાખી દીધા છે. ફાઈનલના આ ગોલની વિશેષતા એ છે કે તે વર્લ્ડકપની ફાઈનલના ઈતિહાસમાં ગોલ કરનાર સૌથી યુવાન ખેલાડી બન્યો છે. ટ્વીટરના આંકડા મુજબ બ્રાઝિલનો ખેલાડી નેમાર જુનિયર સૌથી વધુ ચર્ચાસ્પદ ખેલાડી બન્યો હતો. શાનદાર ગોલ અને સારા પાસ આપવાની તેની એકશનથી ઘણા લોકો પ્રભાવિત થયા હતા. ટીમોમાં બ્રાઝિલ સૌથી વધુ ચર્ચાસ્પદ ટીમ હતી. ત્યારબાદ ફ્રાન્સ અને આર્જેન્ટીના હતી.

(12:44 pm IST)