Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

હું એવું બોલ્યો જ નથી

કોહલી વિશેના મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયુ : કમિન્સ

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમીન્સે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને લઈને કરવામાં આવેલા સ્ટેટમેન્ટ પર ખુલાસો આપતા કહ્યુ હતું કે મારા સ્ટેટમેન્ટનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો.

કમીન્સે કહ્યુ હતું કે કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન એક પણ સદી નહીં કરી શકે, પરંતુ હવે કમીન્સે કહ્યુ હતું કે મારા સ્ટેમેન્ટથી જે કંઈ પ્રતિક્રિયાઓ આવી છે એનાથી હું હેરાન છું, કારણ કે મારા સ્ટેટમેન્ટનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. હું કોહલીની પ્રશંસા કરવા માગતો હતો અને કહેવા માગતો હતો કે મારી ઈચ્છા છે કે કોહલી ઓસ્ટ્રેલિયામાં સદી ન ફટકારે. કોહલી ટીમનો મહત્વનો ખેલાડી છે. જો તે રન ન બનાવે તો અમને જીતવામાં મદદ થશે. હું એવું કહેવા માગતો હતો કે તે સારો બેટ્સમેન છે.

(12:42 pm IST)