Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

શ્રીલંકન ટીમના વર્તમાન ખરાબ પ્રદર્શન માટે રાજકારણ જવાબદાર છે: મુરલીધર

નવી દિલ્હી: સ્વભાવથી ઓછુ બોલનાર મુથૈયા મુરીલધરને શ્રીલંકન ક્રિકેટને લઈ મોટુ નિવેદન જાહેર કર્યુ છે. મુરલીધરને શ્રીલંકન ટીમના વર્તમાન ખરાબ પ્રદર્શન અંગે ટિપ્પણી કરી અને આ પાછળ રાજકારણને મોટુ જવાબદાર ગણાવ્યુ. એક અગ્રણી ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન મુરલીધરને શ્રીલંકન ટીમના ખરાબ ફોર્મ અંગે ચર્ચા કરી. 

એક સમયે ટોપ પર રહેનારી પૂર્વ વિશ્વ વિજેતા શ્રીલંકા ટીમની ગણતરી આજકાલ નીચલા ક્રમની ટીમ સાથે થવા લાગી છે. મુરલીધરનના જણાવ્યા મુજબ શ્રીલંકાની ટીમના ખરાબ ફોર્મને લાંબો સમય નથી થયો. ૨૦૧૧માં જ્યાં ટીમ ૫૦ ઓવર ક્રિકેટ વર્લ્ડની ઉપવિજેતા હતી તો ૨૦૧૪માં તેણે ટી-૨૦નુ ટાઈટલ પણ પોતાના નામે કર્યુ હતું. મુરલીધરનના જણાવ્યા મુજબ, શ્રીલંકન ટીમની જો ખરાબ સ્થિતિ થઈ છે તો તે છેલ્લા થોડાક સમયથી જ થઈ છે. 
મુરલીધરને જણાવ્યુ કે, શ્રીલંકન ટીમની સ્થિતિ ખરાબ થવા પાછળનુ મુખ્ય કારણ રાજકારણ છે. રાજકારણના કારણે જ શ્રીલંકન ક્રિકેટનુ ભવિષ્ય બગડયુ છે. મુરલીધરનના જણાવ્યા મુજબ ક્રિકેટને ઓછુ જાણતા લોકો આજકાલ બોર્ડ ચલાવે છે અને આજ કારણસર રમતનુ સ્તર પણ કથળી ગયુ છે. મુરલીધરને વધુમાં જણાવ્યુ કે, ક્રિકેટ આત્મવિશ્વાસની રમત છે. હું એક દિવસમાં મોટો ખેલાડી નથી બન્યો, અર્જુન રાણાતુંગાએ કેટલાક વર્ષો સુધી મારો આત્મવિશ્વાસ વધાર્યો હતો.

(5:33 pm IST)