Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ભાલાને ૯૦ મીટર દૂર ફેંકી ઓલિમ્પિકસ ગોલ્ડ જીતવા માગે છે નીરજ ચોપડા

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી એકવીસમી કોમનવેલ્થ ગેમ્સની એથ્લેટીકસ સ્પર્ધામાં યુવા ખેલાડી નીરજ ચોપડાએ ભાલાફેંક સ્પર્ધામાં ગોલ્ડમેડલ જીત્યો હતો. હવે તેની ઈચ્છા સતત ૯૦ મીટર દૂર ભાલો ફેંકી ઓલિમ્પિકસમાં ગોલ્ડમેડલ જીતવાની છે. હરીયાણાના ૨૦ વર્ષના આ ખેલાડીએ ૨૦૧૬ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં ભાલાને ૮૬.૮૭ મીટર દૂર ફેંકીને ગોલ્ડ જીત્યો હતો. ભાલાફેંક સ્પર્ધામાં સારૂ પ્રદર્શન કરવા માટે નીરજ ચોપડાએ સતત ત્રણ મહિના સુધી જર્મનીમાં તાલીમ પણ લીધી હતી.

(1:06 pm IST)