Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

આઇસીસીની કોઇપણ ઇવેન્‍ટનો બહિષ્‍કાર કરવાની પાકિસ્‍તાનમાં હિંમત જ નથી

ભારત પાકિસ્‍તાન આવે કે ન આવે તેને કોઇ ફેર નહિ પડેઃ દાનિશ કનેરિયા

નવી દિલ્‍હીઃ આવતા વર્ષે એશિયા કપનું આયોજન થવાનું છે અને આ ટુર્નામેન્‍ટ પાકિસ્‍તાનમાં રમાશે. બીસીસીઆઇ જય શાહે સ્‍પષ્‍ટ કર્યુ હતું કે ટીમ ઇન્‍ડિયા આ ટૂર્નામેન્‍ટ માટે પાકિસ્‍તાન નહી જાય આ નિવેદન બાદ પીસીબીના અધ્‍યક્ષ રમીઝ રાજાએ કહયુ હતું કે જો આવુ થશે તો પાકિસ્‍તાન આવતા વર્ષે ભારતમાં યોજાનાર વન-ડે વર્લ્‍ડકપમાં પણ ભાગ નહી લે. રાજાના આ નિવેદન બાદ તેમના જ દેશના પૂર્વ ખેલાડી દાનિશ કનેરિયાએ ઝાટકણી કાઢતા કહયુ કે વર્લ્‍ડકપનું ટી૨૦ આયોજન ૨૦૧૬માં ભારત દ્વારા કરવામાં આવ્‍યુ હતું. ત્‍યારે પણ પાકિસ્‍તાને ભારતમાં રમાયેલા આ વર્લ્‍ડકપમાં ભાગ લીધો હતો. વર્લ્‍ડકપ એ આઇસીસી ઇવેન્‍ટ છે અને જો પાકિસ્‍તાન તેમાં ન રમવાનું નકકી કરે છે તો આઇસીસી તેની સામે કડક વલણ અપનાવી શકે છે.

ભુતપૂર્વ લેગ સ્‍પિનશર કનેરિયાએ કહયુ છે કે પીસીબી પાસે આઇસીસીની કોઇ પણ ઇવેન્‍ટનો બહિષ્‍કાર કરવાની હિમંત નથી. કનેરિયાએ તેની યુટયુબ ચેનલ પર કહયું, પાકિસ્‍તાન આવે કે ન આવે તેનાથી ભારતને કોઇ ફરક પડતો નથી. તેમની પાસે વિશાળ બજાર છે જે આવક પેદા કરી શકે છે ભારત વર્લ્‍ડકપ માટે પ્રવાસ નહી કરે તેની પાકિસ્‍તાન પર વિપરીપ અસર પડી શકે છે. એવું પણ શકય છે કે ભારત સિવાય બાંગ્‍લાદેશ અને અફઘાનિસ્‍તાન જેવી ટીમો પણ પાકિસ્‍તાન જવાની ના પાડી શકે. પાકિસ્‍તાનના લોકો ઇચ્‍છે છે કે એશિયા કપ તેમના દેશમાં રમાય. પરંતુ દેશની સ્‍થિતિને જોતા તમારે બેકફુડ પર રહેવું પડશે

(4:30 pm IST)