Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

હોકી વર્લ્ડ કપઃ ભારતનો ધમાકેદાર પ્રારંભ: સાઉથ આફ્રિકાને 5-0થી કચડ્યું

વિશ્વકપનું ટાઇટલ જીતવાના અભિયાનની વિજયી શરૂઆત :પ્રથમ મેચમાં જ ભારતે શાનદાર પ્રદર્શન કર્યું

ભુવનેશ્વરઃ ભારતે હોકી વર્લ્ડ કપમાં ધમાકેદાર પ્રારંભ કર્યો છે.ભારતે પોતાના પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0થી કચડી નાખ્યું છે વર્લ્ડ રેન્કિંગમાં પાંચમાં સ્થાને રહેલી ભારતીય ટીમ તરફથી મનદીપ સિંહ (10મી મિનિટમાં), આકાશદીપ (12મી મિનિટમાં), સિમરનજીત (43 અને 46મી મિનિટમાં) અને લલિત ઉપાધ્યાર (45મી મિનિટમાં) ગોલ કર્યા હતા. 

કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 15મો રેન્ક ધરાતી નબળી દક્ષિણ આફ્રિકાની ટીમનો ગોલનું ખાતું પણ ન ખુલ્યું. હવે પૂલ-સીમાં બે ડિસેમ્બરે ભારતનો મુકાબલો બેલ્જિયમ સામે છે. 

  ભારતની ટીમ વિશ્વકપનું ટાઇટલ જીતીને 43 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરવાના અભિયાન પર છે. જોકે ટીમ માટે પોતાના આ લક્ષ્યને હાસિલ કરવો આસાન નથી. ભારતની રાહમાં ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટીના, નેધરલેન્ડ, જર્મની અને પાકિસ્તાન જેવી ટીમ મુશ્કેલી બનીને ઉભી છે.

(9:57 pm IST)