Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

સાઉથ આફ્રિકાની હોકી ટીમ સ્વખર્ચે પહોંચી હોકી વર્લ્ડ કપમાં

નવી દિલ્હી: મેન્સ હોકી વર્લ્ડ કપમાં આવતીકાલે ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થવાનો છે. વર્લ્ડ રેન્કિંગમાં છેક ૧૫મું સ્થાન ધરાવતા સાઉથ આફ્રિકા સામે જીતવા માટે યજમાન ટીમ હોટફેવરિટ છે. સાઉથ આફ્રિકાના કોચ હોપ્કિન્સે મેચ અગાઉ ખુલાસો કરતાં જણાવ્યું છે કે, અમારી ટીમના ખેલાડીઓ સ્વખર્ચે હોકી વર્લ્ડ કપમાં રમવા માટે ભારત આવ્યા છેસાઉથ આફ્રિકામાં હોકીની નેશનલ ટીમને વર્લ્ડ કપ માટે સ્પોન્સર મળી શક્યો નથી. જોકે ખેલાડીઓનો હોકી તરફનો લગાવ એટલો બધો છે કે, તેઓ પોતાના ખર્ચે અહી આવી પહોંચ્યા છે. સાઉથ આફ્રિકાની ટીમના કોચ હોપ્કિન્સે કહ્યું કે, અમારી ટીમ જેટલી વધુ હોકી મેચો રમશે તેમ તેમ વધુ સારી થતી જશે. જોકે અમારી મુખ્ય સમસ્યા નાણાની છે. મર્યાદિત ફંડને કારણે અમને વધુ ટુર્નામેન્ટ્સ કે મેચો રમવા મળતી નથી.હોપ્કિન્સે ઉમેર્યું કે, ખેલાડીઓ તેમની પોકેટમાંથી ખર્ચ કાઢ્યો છે, ત્યારે અમે અહીં પહોંચી શક્યા છીએ. તેમણે વર્લ્ડ કપની તૈયારી માટેના કેમ્પનો ખર્ચો પણ જાતે ભોગવ્યો હતો. અમારી પાસે કેટલાક સ્પોન્સર છે, પણ તેઓ વર્લ્ડ કપનું બજેટ કવર કરતાં નથીભારત સામેની મેચ અંગે તેમણે કહ્યું કે, વર્લ્ડ કપની દરેક મેચ અમારા માટે મહત્વની મેચ બની રહેશે. અમે ટુર્નામેન્ટની શરૃઆત હકારાત્મક કરવા ઈચ્છી રહ્યા છીએ. યજમાન ટીમ સામે પહેલી મેચને લઈને રોમાંચ અનુભવી રહ્યા છીએ. જોકે અમે શ્રેષ્ઠ દેખાવ કરવા માટે તૈયારી કરી છે

(6:22 pm IST)