Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

૨૦૨૧માં ધોની જ કેપ્ટન રહેશેઃ ચેન્નઈની જાહેરાત

હાલમાં ચાલી રહેલી આઈપીએલમાં ચેન્નઈ એના અત્યાર સુધીના સૌથી ખરાબ પર્ફોર્મન્સ કરીને ટુર્નામેન્ટમાંથી સૌથી પહેલી આઉટ થનાર ટીમ બની છે. ચેન્નઈ અને કેપ્ટન ધોનીના નબળા પર્ફોર્મન્સને લઈને ચર્ચા થવા માંડી છે કે ધોનીની આ છેલ્લી આઈપીએલ છે અને મેનેજમેન્ટે પણ નવી  તૈયારી શરૂ કરી દીધી છે.

જો કે ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને ભારપૂર્વક કહ્યું હતું કે આઈપીએલ ૨૦૨૧માં પણ ધોની જ સીએસકે ટીમનો કેપ્ટન રહેશે. મને પૂરો ભરોસો છે કે ૨૦૨૧માં ધોની જ સીએસકે ટીમનો કેપ્ટન રહેશે. મને પૂરો ભરોસો છે કે ૨૦૨૧માં ધોની જ ટીમની કપ્તાની કરશે.

તેના નેતૃત્વ હેઠળ ટીમ ત્રણવાર ચેમ્પિયન બની છે. આ પહેલી સીઝન છે જેમાં ટીમ પ્લે- ઓફ માટે કવોલિફાય નથી થઈ શકી. એવી કોઈ ટીમ નથી જેનોા આઈપીએલમાં ચેન્નઈ જેટલો દમદાર પર્ફોર્મન્સ રહ્યો હોય. એક ખરાબ સીઝનનો મતલબએ નથી કે અમે બધું બદલી નાખીએ.

(3:02 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,714 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,88,783 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,10,345 થયા:વધુ 58,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 72,57,022 રિકવર થયા :વધુ 509 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,053 થયો access_time 1:08 am IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST

  • મારીચ ,કંસ ,તથા શકુનિનો સરવાળો બરાબર શિવરાજ મામા : મધ્ય પ્રદેશ પેટા ચૂંટણીમાં કોંગી આગેવાન આચાર્ય પ્રબોધ ક્રિષ્ણનનો ચૂંટણી પ્રચાર access_time 1:48 pm IST