Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

નિકોલસ પુરનની ફીલ્ડીંગ પર આફરીન સચીને પણ કહ્યું -આ ઈન્ક્રીડિબલ છે, જીવનમાં પહેલીવાર જોયું

પંજાબના ફીલ્ડીંગ કોચ જોન્ટી રહોડ્સ પણ ખુરસી થી ઉભા થઇ તાળીઓ વરસાવતા રહયા

શારજાહમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે યોજાયેલી મેચ માં તમામ રીતે ક્રિકેટ ચાહકોને રોમાંચ મળ્યો હતો. રાજસ્થાને ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ ની જોડે ધુંઆધાર બેટીંગ કરતા રાજસ્થાન સામે 224 રનનો લક્ષ્‍યાંક મુક્યો હતો. આ બંને આપનર બેટ્સમેન ઉપરાંત પંજાબના એક ખેલાડીએ એવી ફીડીંગ કરી કે જેને જોઇને સોશિયલ મીડીયા પર ચાહકોએ તેને સુપર હિરો દર્શાવી રહ્યા છે. તો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર પણ ટ્વીટર પર બોલી ઉઠ્યા હતા કે, This is the best save I have seen in my life. Simply incredible!!

રાજસ્થાનની બેટીંગ ઇનીંગ્સ ચાલી રહી હતી અને તેના બેટ્સમેનો પણ પંજાબના લક્ષ્‍યને ભેદવા માટે જોરદાર બેટીંગ કરી રહ્યા હતા. કેપ્ટન સ્મિથ અને સૈમસન બંને વારા ફરથી બોલરોને બાઉન્ડ્રી બહાર બહાર ફટકારી રહ્યા હતા. ત્યારે જ સાતમી ઓવર મુરુગન લઇને આવ્યો ત્યારે ત્રીજા બોલ પર સૈમસને છગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ જે થયુ એ ક્રિકેટના ઇતીહાસમાં ભાગ્યે જ જોવા મળે તેવુ દ્રશ્ય સર્જાયુ હતુ. વાત છે નિકોલસ પુરનના કેચની, નિકોલસ પુરન બાઉન્ડ્રી પાર જઇ સિક્સર રુપે આવેલા બોલને કેચ કરી લીધો હતો અને પછી હવામાં જ રહીને બોલને પાછો મેદાનમાં ફેંકી દીધો હતો.

આ ઘટના ક્રમ ધરાવતા કેચને જે કોઇએ જોયો તે દંગ રહી ગયા હતા. તો કેટલાંક તો ખુરશીમાં થી ઉછળી પડ્ય હતા અને તાળીઓ વરસાવી દીધી હતી. પંજાબના ફીલ્ડીંગ કોચ જોન્ટી રહોડ્સ પણ ખુરસી થી ઉભા થઇ તાળીઓ વરસાવતા જોવા મળ્યા હતા. આ મેચ ફીંલ્ડીંગના મામલામાં સિઝનની બેસ્ટ મેચ હતી. બંને ટીમોમાંથી પુરન, રિયાન પરાગ અને મયંક અગ્રવાલે શાનદાર ફિલ્ડીંગ કરી હતી.

(1:10 pm IST)