Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

રાજસ્થાન રોયલ્સની ધમાકેદાર જીતથી આઈપીએલના પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ સાથે ટોચના સ્થાને પહોંચ્યું : કિંગ્સ ઇલેવન પંજાબ,મુંબઈ ઇન્ડિયન ચેન્નાઇ સુપર કિંગ્સ લગોલગ : કઈ ટીમ ક્યાં સ્થાને? : વાંચો પોઇન્ટ ટેબલ

મુંબઈ : ક્રિકેટનો મહાકુમ્ભ ગણાતા આઇપીએલ-2020 હાલમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે જેમાં 9મી મેચમાં રાજસ્થાન રોયલ્સે આઈપીએલના ઈતિહાસનો રેકોર્ડ રનચેઝ કરીને કિંગ્સ ઇલેવન પંજાબને 4 વિકેટે પરાજય આપ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટે 223 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે  19.3 ઓવરમાં 226 રન બનાવી ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે.આ સાથે રાજસ્થાન રોયલ્સ દિલ્હી કેપિટલ્સની સાથે પોઇન્ટ ટેબલ પર  ટોચના સ્થાને પહોંચ્યું છે બંને ટીમને ચાર-ચાર પોઇન્ટ મળ્યા છે ત્યારે આઈપીએલની કઈ ટિમ પોઇન્ટ ટેબલમાં ક્યાં સ્થાને છ તે જાણવું રસપ્રદ બનશે

(10:53 am IST)