Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

એશિયાકપમાં ભારત ચેમ્પિયન ;બાંગ્લદેશનો ત્રણ વિકેટે પરાજય

લિટ્ટન દાસે આક્રમક બેટિંગ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી

 

એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશે આપેલા 223 રનના પડકાર સામે  ભારતે 48.1 ઓવરમાં 7 વિકેટે 224 રન બનાવી લીધા છે.

 ભારત વતી શિખર ધવન અને રોહિતે પ્રથમ વિકેટ માટે 35 રનની ભાગીદારી નોંધાવી હતી. ધવન 15 રને આઉટ થયો હતો. રાયડુ 2 રને આઉટ થતા ભારતે 46 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિતે એક છેડો સાચવી રાખ્યો હતો. જોકે તે 48 રન બનાવી આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા પછી ધોની અને કાર્તિકે 54 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. કાર્તિક 37 અને ધોની 36 રને આઉટ થયા હતા.
લિટ્ટન દાસ અને મહેદી હસને પ્રથમ વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. 27 વન-ડે પછી બાંગ્લાદેશના ઓપનરે સદીની ભાગીદારી કરી હતી. હસન 32 રને જાધવનો શિકાર બન્યો હતો. જોડી આઉટ થયા પછી કાયેસ (2), રહીમ (5), મિથુન (2) અને મહમદુલ્લાહ (4) સસ્તામાં આઉટ થતા બાંગ્લાદેશે 151 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
લિટ્ટન દાસે આક્રમક બેટિંગ કરતા 87  બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે 100 રન પુરા કરતા કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તે 121 રન બનાવી સ્ટમ્પિંગ આઉટ થયો હતો પછી બાંગ્લાદેશની ટીમ 48.3 ઓવરમાં  222 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. કેદાર જાધવને 2 વિકેટ મળી હતી. પહેલા ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

(1:37 am IST)