Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

એટીપી ટુર્નામેન્ટમાં એન્ડી મરેની જીત

નવી દિલ્હી: બ્રિટનના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર એન્ડી મરેએ સંપૂર્ણ ફિટનેસ સાથે ટેનિસ કોર્ટ પર શાનદાર પુનરાગમન કરતાં ચીનના શેનઝાહમાં ચાલી રહેલી એટીપી ટુર્નામેન્ટમાં બેલ્જીયમના ડેવિડ ગોફિનને 6-3, 6-4થી હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. કમરની ઈજાના કારણે મરે છેલ્લા કેટલાક સમયથી ટેનિસથી દૂર રહ્યો છે, જેના કારણે હાલમાં તે વર્લ્ડ રેન્કિંગમાં 311માં ક્રમે ફેંકાઈ ગયો છે. જોકે શેનઝાહ ઓપનમાં તેણે જબરજસ્ત પર્ફોમન્સ આપતાં વર્લ્ડ નંબર 11 અને ટોપ સીડ એવા ગોફિનને પરાજય આપ્યો હતો. મરે ચાર વર્ષ અગાઉ શેનઝાહ ઓપનમાં વિજેતા બન્યો હતો. મરેએ ટેનિસ કોર્ટ પર સફળતાપૂર્વક પુનરાગમન કર્યું હતુ અને હવે તે ચાઈના ઓપનમાં પણ ભાગ લેવાનો છે. શેનઝાહ ઓપનમાં બોસ્નીયાના ઝુમ્હુરે 6-4, 6-2થી ભારતના રામકુમારને હરાવ્યો હતો. જ્યારે સાતમો સીડ ધરાવતા ઓસ્ટ્રેલિયન ટીન એજર ડે મિનારે 1-6, 7-6 (7-1), 6-0થી ઓસ્ટ્રેલિયાના મેક્ડોનાલ્ડને હરાવ્યો હતો. જાપાનના યુવા ખેલાડી નિશિઓકાએ મેજર અપસેટ સર્જતાં છઠ્ઠો સીડ ધરાવતા કેનેડાના શાપોવાલોવને 7-6 (7-5), 3-6, 7-5થી હરાવ્યો હતો. બ્રિટનના નોરીએ પણ ક્રોએશિયાના ત્રીજો સીડ ધરાવતા બોર્ના કોરિક સામે 6-4, 7-6 (10-8)થી અણધારી જીત મેળવી હતી. ફ્રાન્સના પોલ જેન હેબર્ટીએ 6-3, 7-6 (7-4)થી બીજો સીડ ધરાવતા ગ્રીસના સીત્સીપાસને હરાવ્યો હતો. 

(5:07 pm IST)