Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સના બોયકોટનો નિર્ણય હાલમાં ન લઈ શકાય : રિજિજ

નવી દિલ્હી : ૨૦૨૨માં થનારી કોમનવેલ્થ ગેમ્સમાંથી શૂટીંગની સ્પર્ધાને બહાર કરવામાં આવી હોવાને લીધે એનો બોયકોટ કરવાની વાત કરવામાં આવી રહી છે. આ વાત ખેલપ્રધાન કિરણ રિજિજુ પાસે પહોંચતા તેમણે આ અંગે કોઈપણ નિર્ણય ઉતાવળીયુ પગલુ કહીને સંબોધ્યુ છે. ખેલપ્રધાને જણાવ્યુ કે ૨૦૨૨ કોમનવેલ્થનો બોયકોટ કરવાની અરજી મારી પાસે આવી છે પણ કોઈપણ વસ્તુનો બોયકોટ કરવાથી સમાધાન નથી આવતુ. કોમનવેલ્થ ગેમ્સ માટે હમણા કોઈપણ નિર્ણય ઉતાવળીયો રહેશે. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસીએશન અને કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના સત્તાધીશોની બેઠકમાં જયાં સુધી કોઈ નિષ્કર્ષ ન આવે ત્યાં સુધી કંઈ પણ નિર્ણય ન લઈ શકાય.

(1:18 pm IST)