Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

ભારતીય પેરા બેડમીન્ટન ટીમે દેશને ગૌરવ અપાવ્યું: નરેન્દ્રભાઇ

વર્લ્ડ બેડમીન્ટન પેરા ચેમ્પીયનશીપમાં ભારતીય ટીમે ૧૨ મેડલ જીતતા વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ટવીટ્ કરી શુભેચ્છા પાઠવી છે. નરેન્દ્રભાઇએ જણાવેલ કે પેરા બેડમીન્ટનની ટીમે બીડબલ્યુંએફ વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ૧૨ મેડલ જીતી ૧૩૦ કરોડ ભારતીયોને ગૌરવ અપાવ્યું છે. સમગ્ર ટીમને અભિનંદન પાઠવુ છું તેમની સફળતા-પ્રેરણાદાયી છે

(1:16 pm IST)