Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

આર્ચર દીપિકા, બોક્સર પૂજાની વિજય સાથે મેડલ તરફ કૂચ

ઓલિમ્પિક રમતોના છઠ્ઠા દિવસે પણ મિશ્ર પરિણામ : મહિલા હોકી ટીમે ગ્રેટ બ્રિટન વિરૂદ્ધ ૧-૪ થી મેચ હારી

 

ટોક્યો, તા.૨૮ : ભારતનો ઓલમ્પિકમાં આજે છઠ્ઠો દિવસ છે. વેટલિફ્ટિંગમાં મીરાબાઇ ચાનૂના સિલ્વર બાદ ફેન્સ આતુરતાપૂર્વક બીજા મેડલની રાહ જોઇ રહ્યા છે. પરંતુ આતુરતા હજુ સુધી પુરી થઇ નથી. શૂટિંગમાં દેશને મેડલની આશા હતી પરંતુ અત્યાર સુધી ફક્ત નિરાશા હાથ લાગી છે. મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટન વિરૂદ્ધ - થી ગ્રુપની ત્રીજી મેચ હારી ગઇ.

તો બીજી તરફ આર્ચરીમાં તરૂણદીપ રોય રાઉન્ડ ઓફ ૬૪ જીત્યા બાદ આગામી રાઉન્ડમાં શૂટઓફમાં હાર્યા. દીપિકા કુમારી દેશ માટે મેડલની આશા હતી અને તેમણે મહિલાઓની વ્યક્તિગત સ્પર્ધાના ત્રીજા તબક્કામાં સ્થાન બનાવીને પદકની આશાને જીવીત રાખી છે. તો બીજી તરફ બોક્સિંગમાં પૂજા રાનીએ પોતાનો મુકાબલો જીતી ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.

દીપિકા કુમારીએ બીજી મેચમાં અમેરિકાની ફર્નાડેઝને - થી હરાવી દીધી. મુકાબલો ખૂબ રામાંચક રહ્યો. દીપિકા કુમારી પહેલા સેટમાં હારી ગઇ હતી, પરંતુ બીજામાં તેમણે દમદાર વાપસી કરતાં સતત બે સેટ જીત્યા અને પછી આગળના સેટ પર હારી ગઇ. પરંતુ આગામી સેટને જીતી દીપિકાએ મેચ પણ પોતાના નામ કરી દીધી.  ભારતીય તીરંદાજ દીપિકા કુમારી ઓફ ૩૨ માં વ્યક્તિગત મહિલા ઇવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્રથમ રાઉન્ડમાં ભૂટાનની ખેલાડી સામે - થી જીત પ્રાપ્ત કરી છે. દીપિકા કુમારીએ પહેલાં સેટમાં ૨૬ નો સ્કોર બનાવ્યો તો ભૂટાનની કર્માએ ૨૩નો સ્કોર બનાવ્યો. ત્યારબાદ બીજા સેટમાં પણ દીપિકા કુમારીએ બીજા સેટમાં પણ ૨૬-૨૩ થી જીત પ્રાપ્ત કરી. સેટ બાદ દીપિકા ભૂટાનની કર્મા કરતાં - કરતાં આગળ રહી. ત્રીજા સેટમાં ભારતની દીપિકાએ પોતાની શાનદાર રમત ચાલુ રાખી અને ૨૭-૨૪ ના સ્કોર સાથે સેટ જીતી લીધો છે. ત્રીજો સેટ જીતવાની સાથે દીપિકા - થી મુકાબલો જીતવામાં સફળ રહી અને આગળ પહોંચી ગઇ છે.   દીપિકા કુમારીએ પહેલા સેટમાં ,, ના નિશાન લગાવ્યા. તો બીજી તરફ કર્માએ ,, ના નિશાન લગાવ્યા. ત્રીજા સેટમાં દીપિકાએ , ૧૦, નો સ્કોર કર્યો અને કર્માએ . . ૧૦ ના નિશાન લગાવ્યા. દીપિકા કુમારી પાસેથી મિકસ્ડ ટીમ ઇવેન્ટમાં પદકની આશા હતી પરંતુ તેમની અને પ્રવિણ જાદવની જોડી આશા પર ખરી ઉતરી. પ્રવીણે આજે પુરૂષોની વ્યક્તિગત સ્પર્ધામાં આગળ વધ્યો છે.

(8:02 pm IST)