Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

મહિલા હોકીમાં ભારત બ્રિટન સામે ૩-૧ થી હાર્યુઃ તિરંદાજીમાં મળી જીત

નવી દિલ્હીઃ આજે ટોક્યો ઓલિમ્પિકસનો છઠ્ઠો દિવસ છે. ભારતીય મહિલા હોકી ટીમે ફરી એકવાર નિરાશ કર્યા છે. બ્રિટને   ૪-૧થી હરાવ્યું છે. જ્યારે પુરુષોની તીરંદાજીમાં ભારતને જીત મળી છે. ભારતનાં પુરુષોની તીરંદાજી (૧/૩૨ એલિમિનેશન) માં, તરુણદીપ રોય યુક્રેનનાં ઓલેકસી હૂનબીન સામે ૬-૪થી જીત મેળવીને આવતા રાઉન્ડમાં આગળ વધ્યા છે.   ભારતની પહેલી મેચ મહિલા હોકી ટીમની હતી. જેમા ભારતને આજેે નિરાશા જ હાથ લાગી છે. જેમા બ્રિટને બારતને ૧-૪ થથી કારમી હાર આપી છે. વળી, ટોક્યો ઓલિમ્પિકસમાં બેડમિંટનની ભારતની આશા હવે પીવી સિંધુ પર ટકી હતી. કારણ કે એસ. રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ સેમિફાઇનલમાં સ્થાન ગુમાવ્યું છે, જ્યારે સાંઇ પ્રણીતે પુરુષ સિંગલ્સનાં નોકઆઉટ તબક્કે પહોંચવાની તક ગુમાવી છે. 

(3:42 pm IST)