Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ન્‍યુઝીલેન્ડના માર્ટિન ગ‌પ્ટિલે ૩પ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકારી ૧૦૨ રન કર્યાઃ જો આઉટ ન થયો હોત તો તેના નામે મોટો રેકોર્ડ બની જાત

ન્‍યૂઝીલેન્ડઃ ન્‍યૂઝીલેન્ડના ક્રિકેટરે ૧૨ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી સદી ફટકારી હતી.

ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ હાલમાં ઈંગ્લેન્ડમાં ટી-20 બ્લાસ્ટ ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. તેણે શુક્રવારે રાત્રે પોતાની ટીમ વોટરસેસ્ટશાયર તરફથી રમીને 35 બોલમાં તોફાની સદી ફટકારી છે. મુશ્કેલી રહી કે તે 11મી ઓવરમાં જ આઉટ થઈ ગયો નહીં તો અન્ય કોઈ મોટો રેકોર્ડ પણ તેના નામે હોત. તેણે પોતાની પારીમાં 12 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. તેની તોફાની પારીની મદદથી તેમની ટીમ વોરસેસ્ટશાયરે નોર્થપંટશાયર દ્વારા આપવામાં આવેલા 188 રનોના લક્ષ્યને 13.1 ઓવરમાં જ પુરો કરી દીધો, અને મેચ 9 વિકેટથી જીતી લીધી. ધ્યનમાં લેવા જેવી વાત એ છે કે, સમયે તેણે પહેલી વિકેટ સાથે શરૂઆતની 6 ઓવરમાં 96 રન જોડી દીધા હતા, અને પછી 10 ઓવરમાં 162 રન જોડાયા.

ટી-20ની ચોથી સૌથી ફાસ્ટ સદી ફટકારી - આ ટી-20ની ચોથી સૌથી ફાસ્ટ સદી છે. સૌથી ફાસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલ (30 બોલમાં)ના નામે છે, ત્યારબાદ બીજા નંબર રિષભ પંત(32 બોલમાં), એંડ્રયુ સાયમંડ્સ (34 બોલમાં), જ્યારે ચોથા નંબર પર LP van der Westhuizen, ડેવિડ મિલર, રોહિત શર્મા અને હવે માર્ટિન ગપ્ટિલ આવે છે. આ ચાર લોકોએ 35 બોલમાં ટી-20માં સદી ફટકારી છે. ગપ્ટિલે એક વખત શ્રીલંકા વિરૂદ્ધ વન-ડેમાં 30 બોલમાં અણનમ 93 રન બનાવ્યા હતા અને તેનું સૌથી ફાસ્ટ સદી ફટકારવાનું સપનું અધુરૂ રહી ગયું હતું. પરંતુ ગપ્ટિલે આખરે ટી-20માં આ રેકોર્ડ પોતાના નામે કર્યો ખરો.

મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી નોર્થપંટશાયરે 20 ઓવરમાં 187-9નો સ્કોર ફટકાર્યો હતો. આ ટીમ તરફથી રિચર્ડ લેવીએ 39, વેબ ડકેટે 25, સ્ટીવન કુકે 33 અને એલેક્સ વેકલીએ 28 રન બનાવ્યા હતા. જ્યારે વોરસેસ્ટશાયર તરફથી પેટ્રિક બ્રાઉને 31 રન આપી 3 વિકેટ લીધી હતી.

જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વોરસેસ્ટશાયરે ઓપનર માર્ટિન ગપ્ટિલ અને જો ક્લાર્કની તોફાની બેટીંગ શરૂ કરી. ગપ્ટિલે 20 બોલમાં તોફાની અડધીસદી ફટકારી અને ત્યારબાદ તે વધુ આક્રમક થઈ ગયો અને બોલરો પર તૂટી પડ્યો. તેણે અગામી 15 બોલમાં બીજા 50 રન બનાવી આ રેકોર્ડ પોતાના નામે કર્યો. ગપ્ટિલ 38 બોલમાં 102 રન બનાવી આઉટ થઈ ગયો. જ્યારે તે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 162 હતો. તેના આઉટ થયા બાદ બેટિંગ કરવા ઉતરેલ ટ્રેવિસ હેડે બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકાર્યો અને મેચ ફિનિશ કરી દીધી. હેડે 9 બોલમાં અણનમ 20 રન બનાવ્યા, જ્યારે જો ક્લાર્કે 33 બોલમાં 61 રન બનાવ્યા. આ રીતે વોરસેસ્ટશાયરે 9 વિકેટે સરળતાથી મેચ જીતી લીધી. આ વોરસેસ્ટશાયરની 7 મેચમાં પાંચમી જીત છે. તે નોર્થ ગ્રુપ પોઈન્ટ ટેબલમાં 10 અંક સાથે બીજા નંબર પર છે.

(5:49 pm IST)