Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

એશિયા કપમાં ભારત-પાક.વચ્ચેની મેચની તારીખ બદલાઈ

નવી દિલ્હી:એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચની તારીખ બદલાઈ શકે છે. પહેલા મેચ ૧૯ સપ્ટેમ્બરે રમાવાની હતી પણ હવે તારીખમાં ફેરફાર થઈ શકે છે. આની પાછળનું કારણ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની નારાજગી હોવાનું સામે આવી રહ્યું છે. BCCI ભારત-પાકિસ્તાનની મેચની તારીખ સામે વાંધો ઉઠાવ્યો છે.ભારતને એશિયા કપમાં સતત બે મેચો રમવાની છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯ સપ્ટેમ્બરે મેચ પ્રસ્તાવિત છે જ્યારે ભારતીય ટીમે ૧૮ સપ્ટેમ્બરે પણ એક મેચ રમવાની છે. એટલે કે ભારતને સતત બે દિવસ મેચો રમવાની આવે. આવામાં ખેલાડીઓની પ્રેક્ટિસ અને તેમના શેડયૂલ પર અસર પડતો હોઈ BCCI કાર્યક્રમ સામે વાંધો ઉઠાવ્યો છે. BCCIના એક અધિકારીનું કહેવું છે કે, એશિયા કપનો કાર્યક્રમ સમજ્યા-વિચાર્યા વિના બનાવાયો છે. ભારતની પહેલા મેચ રમનારી પાકિસ્તાનની ટીમને બે દિવસનો આરામ મળશે જ્યારે ભારતીય ટીમે સતત બે દિવસ મેચો રમવાની થશે. યોગ્ય નથી જેથી કાર્યક્રમ બીજીવાર બનાવવો જોઈએ. હાલમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. તેણે ૨૦૧૬માં બાંગ્લાદેશને હરાવી ટ્રોફી જીતી હતી.

(3:53 pm IST)