Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

અમારી પાસે સારી ટીમ, બેટીંગમાં જલ્‍દી વિકેટ ગુમાવશુ નહિ તેનું ધ્‍યાન રાખવું પડશેઃ પૂજારા

જો મેચ જીતીશુ તો ઐતિહાસીક સીરીઝ જીતીશું : ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે રમાનાર ટેસ્‍ટનું સેશન આ મુજબ છે. પ્રથમ સેશન ૩ થી ૫, બીજુ ૫:૪૦ થી ૭:૪૦, ત્રીજુ સેશન ૮ થી૧૦

નવી દિલ્‍હી : ભારતીય ટીમ ઇંગ્‍લેન્‍ડ સામે બર્મિગહામ  મેદાન પર પાંચમી ટેસ્‍ટ મેચ માટે તૈયાર છે. બેટર ચેતેશ્વર પુજારા એ કહ્યુ કે અમે સારું ક્રિકેટ રમી રહ્યા છીએ. આ સિરીઝ અમારા માટે મહત્‍વપૂર્ણ છે. અમે પહેલાથી જ લીડમાં છીએ. જો અમે છેલ્લી મેચ જીતીશું તો તે ભારતની ઐતિહાસિક સિરીઝ જીતાશે. અમારી પાસે ખેલાડીઓનું સારુ જૂથ છે. અમારી પાસે સારા ફાસ્‍ટ બોલરો છે. છેલ્લી ૪ ટેસ્‍ટમાં ખેલાડીઓએ જે રીતે સારૂ પ્રદર્શન કર્યુ છે. મને ખાતરી છે કે અમે સારુ પ્રદર્શન કરીશું.
પૂજારાએ કહ્યુ કે મને લાગે છે કે અમારા માટે આ એક સારો પડકાર છે. અમે સિરીઝમાં ૨-૧ થી આગળ છીએ. શ્રેણીની સૌથી મહત્‍વપૂર્ણ ટેસ્‍ટ છે. ખેલાડીઓએ અહી ઘણી તૈયારી કરી છે.  અમે અમારી  શકિત પ્રમાણે રમીશું. ઇંગ્‍લેન્‍ડની ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્‍યા હોય અમારે સારી રણનીતિ બનાવવી પડશે. સારી બેટિંગ કરવી પડશે. ડયુક બોલને જોતા તમારે ખાતરી કરવી પડશે કે જ્‍યારે તે નવો હોય ત્‍યારે તમે વિકેટ ગુમાવશો નહી. એક બેટ્‍સમેન તરીકે  તમારે જૂના બોલથી પણ સાવચેત રહેવાની જરૂર છે. જયારે બોલરો થાકી જશે ત્‍યારે આપણે રાહ જોવી પડશે અને આ ક્ષણોને મૂડી બનાવવી પડશે.

 

(3:58 pm IST)