Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

આજે પણ વરસાદની આગાહી વચ્‍ચે બીજો મેચ

સંજુ કે રાહુલ ત્રિપાઠીને ચાન્‍સ મળશેઃ સૂર્યકુમારે પણ પર્ફોમન્‍સ બતાવવું પડશે

નવી દિલ્‍હીઃ આજના મેચમાં પણ વરસાદ ફરી વિલન બની શકે છે. બીજી ટી-૨૦ મેચમાં ભારતીય ટીમને ઉમરાન મલિક જેવા યુવા ખેલાડીઓ પાસેથી વધુ સારા પ્રદર્શન અને સ્‍વચ્‍છ હવામાનની અપેક્ષા રહેશે જો વરસાદ થાય તો આજે પણ ૧૨-૧૨ ઓવરનો મેચ રમાઇ શકે છે.  જો આજે મેચ પણ રદ્દ થશે તો ભારત શ્રેણી જીતી શકે. પરંતુ કેટલાક યુવા ખેલાડીઓ પોતાને સાબિત કરવામાં ચૂકી જશે.
મેચમાં સંજુ સેમસન અને રાહુલ ત્રિપાઠીમાંથી એકન ેતક મળી શકે છે. સંજુ સેમસનને પ્રથમ મેચમાં તક મળી ન હતી, પરંતુ બીજી મેચમાં તેને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.
આજની પ્‍લેઇંગ ઇલેવનમાં ટીમ મેનેજમેન્‍ટ હુડાને ફરીથી ઓપનિંગમાં મોકલીને અને ત્રીજા નંબર પર સેમસનને તક આપીને પણ આવું કરી શકે છે. આવી સ્‍થિતિમાં રાહુલ ત્રિપાઠીને ફરીથી બેંચ પર બેસવું પડી શકે છે.
સંભવિત ભારતીય રાહુલ ત્રિપાઠી/ સંજુ સેમસન, ઇશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, દિનેશ કાર્તિક(વિકેટકીપર), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્‍દ્ર ચહલ, અવેશ ખાન/ અર્શદીપ સિંહ/ હર્ષલ પટેલ, ઉમરાન મલિક

 

(3:58 pm IST)