Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રાજીવ ગાંધી ખેલરત્ન અને અર્જુન એવોર્ડ માટે હોકીના ખેલાડીઓના નામો નોમીનેટ

ગોલકીપર શ્રીજેશ અને પૂર્વ મહિલા ખેલાડી દીપિકાને ખેલરત્નઃ અર્જુન એવોર્ડ માટે હરમનપ્રિત, વંદના અને નવજોતનું નામ નોમિનેટ

નવીદિલ્હીઃ સર્વશ્રેષ્ઠ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને અર્જુન એવોર્ડ માટે ખેલાડીઓ માટેના નામો રજૂ કરવામાં આવ્યા છે.

જેમાં હોકી માટે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ભારતીય ગોલ કીપર પીઆર શ્રીજેશ અને પૂર્વ મહિલા હોકી ખેલાડી દીપકાના નામોનો પ્રસ્તાવ રજૂ કરાયો છે.

જયારે અર્જુન એવોર્ડ માટે હરમનપ્રીતસિંહ, વંદના કટારિયા અને નવજોતકૌરનું નામ શામિલ થયું છે.

મેજર ધ્યાનચંદ લાઈફટાઈમ માટે ભારત પૂર્વ ખેલાડી આરપીસિંહ અને સંગઈ ઈબેમહાલને નોમિનેટ કરવામાં આવ્યા છે. હોકી ભારતના કોચ બીજે કરિયપ્પા અને સીઆર કુમારનું નામ દ્રોણાચાર્ય પુરસ્કાર માટે આપવામાં આવ્યું છે.

(3:28 pm IST)