Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

બોલો લ્યો પાક.ના પૂર્વ ક્રિકેટર રઝાકને હાર્દિક પંડ્યાને તાલીમ આપવી છે

હાર્દિક અમને આપી દયો નંબર ૧ બનાવી દઉં

વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ઘ હાર્દિક પંડ્યાએ સારૂ પ્રદર્શન કર્યુ હતું. પહેલા તો બેટિંગ કરતા હાર્દિક પંડ્યાએ ૩૮ બોલમાં ૪૬ રન બનાવ્યા હતા પાકિસ્તાનના પૂર્વ ઓલ રાઉન્ડર અબ્દુલ રઝાક હાર્દિક પંડ્યાના પ્રદર્શનથી વધુ પ્રભાવિત નથી. રજ્જાકને હાર્દિક પંડ્યાની રમતમાં કમી નજરે પડી હતી. ૩૯ વર્ષના રઝાકનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે.

હાર્દિક પંડ્યાની કમી કાઢતા, મે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ જોઇ, આ દરમિયાન પ્રથમ વખત હાર્દિક પંડ્યાને નજીકથી જોયો હતો. બેટિંગ કરતા તેના ફુટવર્કમાં, બોડી બેલેન્સમાં.મોટી ખામી નજરે પડી હતી. રજ્જાકે આગળ કહ્યું, જો હું હાર્દિક પંડ્યા સાથે બે અઠવાડિયા વર્ક કરૂ, કોચિંગ આપુ, તેમને શીખવાડવાનો પ્રયાસ કરૂ.દુબઇમાં ક્રિકેટ પર તેમની સાથે કામ કરૂ તો મને આશા છે કે બે અઠવાડિયા બાદ તે વિશ્વનો નંબર વન હિટર બની શકે છે.

સાથએ જ અબ્દુલ રજ્જાકે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ને અપીલ પણ કરી છે, રજ્જાએ કહ્યું, બીસીસીઆઇ પંડ્યામાં સુધાર લાવવા માંગે છે, તો હું તેમની માટે તૈયાર છુ અને પંડ્યાને બે અઠવાડિયામાં ઓલ રાઉન્ડર બનાવી શકુ છુ, રજ્જાએ ટ્વીટ પણ કરી છે.

પાકિસ્તાન તરફથી રમતા અબ્દુલ રજ્જાકે પોતાની આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન ૪૬ ટેસ્ટ મેચમાં ૧૯૪૬ રન બનાવ્યા છે અને ૧૦૦ વિકેટ પણ ઝડપી છે. સાથે જ ૨૬૫ વન ડે ઇન્ટરનેશનલમાં ૫૦૮૦ રન બનાવવા સિવાય પોતાની રાઇટ આર્મ ફાસ્ટ મીડિયમ બોલિંગથી ૨૬૯ વિકેટ ઝડપી હતી.

(4:38 pm IST)