Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

મોહમ્મદ શામીએ વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ:સૌથી ઓછા 16 રન આપી ચાર વિકેટ ઝડપી ;ટોચના સ્થાને પહોંચ્યો

બીજાક્રમે મોહિન્દર અમરનાથ:1983માં માત્ર ૧૨ રન આપી ૩ વિકેટ ખેડવી હતી

વેસ્ટ ઇન્ડીઝ સામે અમીરાત ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલ વર્લ્ડ કપની મેચ દરમિયાન બોલરોના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે ૧૨૫ રનથી શાનદાર જીત પ્રાપ્ત કરી હતી. આ દરમિયાન મોહમ્મદ શામીએ સતત બીજી મેચમાં શાનદાર બોલિંગ કરતા સૌથી ઓછા ૧૬ રન આપી ૪ વિકેટ પ્રાપ્ત કરી હતી. તેની સાથે જ મોહમ્મદ શામી વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમ સામે શાનદાર બોલિંગ કરનાર ભારતીય બોલર બની ગયા છે. આ અગાઉ સૌથી ઓછા રન આપી સૌથી વધુ વિકેટ લેનારાઓમાં અમરનાથ નામ સામેલ હતા. પરંતુ ગઈ કાલના પરફોર્મન્સ બાદ મોહમ્મદ શામી ટોપ પર પહોંચી ગયા છે.

મોહમ્મદ શામીએ શાનદાર બોલિંગ કરતા ૧૬ રન આપી ૪ વિકેટ પ્રાપ્ત કરી હતી. આ અગાઉ મોહિન્દર અમરનાથે વર્ષ ૧૯૮૩ માં લોર્ડસના મેદાનમાં વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી શાનદાર બોલિંગ કરી હતી અને આ દરમિયાન તેમને માત્ર ૧૨ રન આપી ૩ વિકેટ પ્રાપ્ત કરી છે. વેસ્ટ ઇન્ડીઝ સામે સૌથી શાનદાર બોલિંગ કરનાર ભારતીયોમાં ત્રીજા સ્થાન પર રવિ શાસ્ત્રી છે જેમને માન્ચેસ્ટરના મેદાનમાં ૧૯૮૩ માં ૨૬ રન આપી ૩ વિકેટ પ્રાપ્ત કરી હતી. જયારે ચ્તોહાં નંબર પર ઝહિર ખાન છે જેમને ૨૦૧૧ માં ચેન્નાઈમાં રમાયેલ મેચ દરમિયાન ૨૬ રન આપી ૩ વિકેટ લીધી હતી.

(11:47 am IST)