Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

ભારત કો હરાના મુશ્કિલ હી નહિં, નામુમકીન હૈ

વિરાટ સેનાએ જીતનો ડંકો વગાડીને વેસ્ટ ઈન્ડિઝને ટુર્નામેન્ટમાંથી તગેડી મૂકયુઃ માહીનો સ્ટમ્પીંગ ચાન્સ ગુમાવ્યો એ મેચનો ટર્નીંગ પોઈન્ટ : વર્લ્ડકપના ઈતિહાસમાં વિન્ડીઝની ત્રીજી સૌથી ભૂંડી હાર

માન્ચેસ્ટર : ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ૩૪મી મેચમાં ભારતે જીતનો કે વગાડી ને બે પોઇન્ટ ખાતામાં ઉમેરીને વેસ્ટ ઇન્ડીઝને ટુર્નામેન્ટમાં થી બહાર તોડી મૂકયું છે. ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ ની શરૂઆત સારી રહી હતી.

રોહિત શર્મા માત્ર ૧૮ રન કરીને આઉટ થયો હતો અને વન ડાઉન આવેલા કેપ્ટન કોહલીએ ૮૨ બોલમાં સૌથી વધુ ૭૨ રન ર્યા હતા. કોહલી સિવાય ફકત મહેન્દ્ર સિંહ ધોની ૫૦ રનનો આંકડો પાર કરી શકયો હતો. છેલ્લાં બોલમાં સિકસર મારી ને ઇનિંગને સમાપ્ત કરનાર ધોનીએ ૬ ૧ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી અણનમ પ૬ રન કર્યા હતા. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ ટીમનો સ્કોર આગળ વધારવામાં ૪૬ રનનું યો નાદાન આપ્યું હતું. ટૂંકમાં ૫, ૩૬ની ૨ન-રેટ સાથે ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૬૮ રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના કીમ રોચે ૧૦ ઓવરમાં ૩૬ રન આપી ત્રણ વિકેટ લીધી હતી.

ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને વેસ્ટ ઇન્ડીઝની સમગ્ર ટીમ ૫૦ ઓવર. પણ રમી શકી નહોતી. ૩૪.૨ ઓવરમાં ૧૪૩ રન કરીને ઓલઆઉટ થતાં ભારતે ૧૨૫ રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી.

બીજી ઇનિંગ માં મેદાન પર ઉતરેલા વેસ્ટ ઈન્ડિઝ ની શરૂઆત નબળી રહી હતી અને ફરી એકવાર ક્રિસ ગેઇલ નું બેટ ફેલ થઈ ગયું હતું. ૧૦ રને પહેલી વિકટ પડવાની શરૂઆત થતાં નિયમતિ અંતરે વિકેટ પડવા લાગી હતી. ભારતીય બોલર સામે વિન્ડીઝનો કોઈ પણ બેટ્સમેન ૩૫ રનનો આંકડો પર નહોતો કરી શકયો.  ૧૯૯રમાં છેલ્લી વાર વેસ્ટ ઇન્ડીઝે ભારતને હાર આપી હતી અને વેસ્ટ ઇન્ડીઝની વર્લ્ડ કપ ના ઇતિહાસમાં આ ત્રીજી સૌથી ખરાબ હાર છે.(૩૭.૪)

ટેસ્ટ સાથે વન-ડે રેન્કીંગમાં પણ નંબર વન બન્યુ ભારત

રેન્ક   ટીમ     પોઈન્ટ્સ

૧    ભારત      ૧૨૩

૨    ઈંગ્લેન્ડ     ૧૨૨

૩    ન્યુઝીલેન્ડ  ૧૧૪

૪    ઓસ્ટ્રેલિયા  ૧૧૨

૫    સાઉથ આફ્રિકા    ૧૦૯

 

(11:38 am IST)