Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

નાઈજેરિયા સામે આર્જેટીનાએ 2-1થી મેળવ્યો વિજય

નવી દિલ્હી:વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવાને આરે ધકેલાયેલા આર્જેન્ટીનાએ નાઈજીરિયા સામેની આખરી ગૂ્રપ મેચમાં -૧થી નાટકીય વિજય મેળવતા નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. કરો યા મરોના મુકાબલામાં આર્જેન્ટીનાના મેજિક મેન મેસીએ ક્લાસિક ગોલ ફટકારીને ટીમને સરસાઈ અપાવી હતી. હાફ ટાઈમ બાદ આર્જેન્ટીનાના જેવિયર માસ્ચેરાનોએ તેમના પેનલ્ટી એરિયામાં ફાઉલ કરતાં નાઈજીરિયાને પેનલ્ટી કીક મળી હતી, જેને વિક્ટર મોસેસે ગોલમાં ફેરવતાં બંને ટીમો -૧થી બરોબરી પર આવી ગઈ હતી. હાઈવોલ્ટેજ મુકાબલો ડ્રો તરફ આગળ વધી રહ્યો હતો અને મેચમાં ચાર મિનિટ બાકી હતી, ત્યારે માર્કોસ રોજોની સુપર્બ કીક પર બોલ નાઈજીરિયાના ગોલમાં પહોંચી ગયો હતો અને આર્જેન્ટીનાએ નાટકીય જીત મેળવી હતી. રોજોએ ફટકારેલા ગોલની સાથે મેસી સહિતની આખી આર્જેન્ટાઈન ટીમ ઉછળી પડી હતી. હાઈવોલ્ટેજ મુકાબલામાં ભારે નાટકીય ચડાવ ઉતાર જોવા મળ્યા હતા. ચાહકોથી ચિક્કાર ભરેલા સ્ટેડિયમમાં આર્જેન્ટીનાનો લેજન્ડરી સુપરસ્ટાર મારાડોના પણ ઉપસ્થિત હતો, જેને હાઈવોલ્ટેજ મુકાબલાને કારણે તબીબી સારવાર પણ લેવી પડી હતી. જોકે તેણે જીતની પળોને સ્ટેડિયમમાં   માણી હતી.
 

(5:14 pm IST)