Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

એશિયાઈ ગેમ્સમાં ભારતના 20 ખેલાડી બેડમિન્ટમાં લેશે ભાગ

નવી દિલ્હી:જકાર્તામાં રમાનારી એશિયન ગેમ્સ માટેની ભારતીય બેડમિંટન ટીમમાં સિંધુ, શ્રીકાંત અને સાયના નેહવાલ જેવા સુપરસ્ટાર્સની સાથે કેટલાક યુવા ચહેરાને પણ તક આપવામાં આવી છે. ૧૮મી ઓગસ્ટ થી બીજી સપ્ટેમ્બર સુધી યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતની ૨૦ ખેલાડીઓની બેડમિંટન ટીમ ભાગ લેશે.  વર્લ્ડ રેન્કિંગમાં સ્થાન ધરાવતા સિંધુ, શ્રીકાંત તેમજ સાયનાની સાથે સાથે એચ.એસ.પ્રનોય, સાઈ પ્રણિત, સમીર વર્મા, પ્રનવ ચોપરા તેમજ ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ તેમજ સુમીથ રેડ્ડી અને મનુ અત્રિ, સિક્કી રેડ્ડી અને અશ્વિની પોનપ્પાને તો ટીમમાં સીધો પ્રવેશ મળી ગયો છે.જ્યારે બેંગ્લોર અને હૈદરાબાદમાં ટુર્નામેન્ટ યોજીને બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાએ યુવા પ્રતિભાઓને પણ તક આપવાનું નક્કી કર્યું હતુ. ગોપીચંદની પુત્રી ગાયત્રીને પણ ભારતીય ટીમમાં સમાવવામાં આવી છે. ભારતીય મેન્સ ટીમમાં સમીર વર્માને તક મળી છે. મેન્સ ટીમ : શ્રીકાંત, એચએસ પ્રનોય, સાઈ પ્રણિત, સમીર વર્મા, પ્રનવ ચોપરા, ચિરાગ શેટ્ટી, સાત્વિકસાઈરાજ, સુમીથ રેડ્ડી, મનુ અત્રિ અને સૌરભ વર્મા. વિમેન્સ ટીમ : સિંધુ, સાયના, સિક્કી રેડ્ડી, અશ્વિની પોનપ્પા, ગાયત્રી ગોપીચંદ, એ.કશ્યપ, અસ્મીતા ચાલીહા, સાઈ ઉત્તેજીથા રાવ, ઋતુપર્ણઆ પાન્ડ અને આરથી સારા સુનિલ.

(5:12 pm IST)