Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

જિનસને 800 મીટર 42 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: જિનસન જોન્સને સંદર પ્રદર્શન કરતા ગઈ કાલે 58માં રાષ્ટ્રીય આંતરાજ્ય સિનિયર એથલિક્સ ચેમ્પિયનશિપના બીજા દિવસે પુરુષોની 800 મીટર દોડમાં શ્રીરામ સિંહનો 42 વર્ષ જૂનો  રેકોડ તોડીને  એક મિનિટ 45.65 સેકેન્ડમાં દોડ પુરી કરી છે. પહેલા શ્રીરામે 1976માં ઓલમ્પિકમાં એક મિનિટ 45.77 સેકેન્ડનો સમય લઈને રેકોર્ડ બનાવ્યો હતો. સાથે જીન્સને એશિયાઈ ગેમ્સ માટે પણ કવોલિફાઇ કરી લીધું છે. વિષે જીયન્સને કહ્યું કે મને પોતાને ખબર નોતી કે હું ગોલ્ડ મેડલ જીતીશ પણ હા મનમાં એક ધ્યેય પાક્કો હતો મને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવો છે. જે મેં પૂરો કર્યો છે. બીજી તરફ પોતાનો રેકોર્ડ તૂટતાં શ્રીરામે કહ્યું કે રેકોર્ડ તૂટવા માટે હોય છે અને મને ખુશી છે કે મારો રેકોર્ડ જીન્સને તોડ્યો છે.

(5:11 pm IST)