Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

સર્વાધિક ગોલનો રેકોર્ડ તૂટી શકશે?

ફિફા વર્લ્ડકપમાં બ્રાઝીલ અને સર્બિયાની મેચ પહેલા રમાયેલી કુલ ૪૨ મેચમાં અત્યાર સુધી ૧૧૦ ગોલ થયા છે. ત્યારે સવાલ એ છે કે ૧૯૯૮ અને ૨૦૧૪માં થયેલા ૧૭૧ ગોલનો રેકોર્ડ તૂટી શકશે?  આ વર્લ્ડકપમાં બેલ્જિયમ, ઈંગ્લેન્ડ અને યજમાન રશિયાએ ૮-૮ ગોલ કર્યા છે. ૩૨ ટીમોમાં કોસ્ટારીકા એકમાત્ર એવી ટીમ છે જે એની બે મેચમાં એક પણ ગોલ કરી શકી નથી. સૌથી વધારે ગોલ કરનારા ખેલાડીને ગોલ્ડન બૂટ આપવામાં આવે છે અને આ રેસમાં ઈંગ્લેન્ડનો હેરી કેન પાંચ ગોલ કરીને અનુક્રમે છે. ૪-૪ ગોલ કરીને પોર્ટુગલનો રોનાલ્ડો અને બેલ્જિયમનો રોમેલુ લુકાકુ બીજા ક્રમાંકે છે.

(1:48 pm IST)