Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

મારી કરીઅરની સૌથી તાણભરી મેચ : મેસ્સી : રોનાલ્ડોથી આગળ નીકળી ગયો

નાઈજીરીયા સામે જીત બાદ મીડિયા  સાથે વાતચીતમાં મેસીએ કહ્યું હતું કે મારી કરીઅરની આ સૌથી તાણભરી મેચ હતી. આ પહેલા અગાઉ હું કયારેય આટલા દબાણ હેઠળ રમ્યો નથી. આ વખતે પરિસ્થિતિના કારણે આમ થયુ છે. મને ઈશ્વર પર ભરોસો હતો કે અમને તે વર્લ્ડ કપમાંથી આઉટ થવા નહિં દે અને એવુ જ થયું છે. મેસ્સીએ અત્યાર સુધીમાં ૮૬૭ ગોલ કર્યા છે જયારે રોનાલ્ડોએ ૮૬૬ ગોલ કર્યા છે. આમ મેસ્સી રોનાલ્ડોથી આગળ થયો છે. મેસ્સીએ આ ગોલ કરવા માટે રોનાલ્ડો કરતા ૧૪૯ મેચ ઓછી રમી છે.

 

(1:47 pm IST)