Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

બેટ્સમેનોએ સટાસટી બોલાવ્યા બાદ બોલરોએ રંગ રાખ્યો : કુલદીપ યાદવ મેન ઓફ ધ મેચ

ટીમ ઈન્ડિયા ૨૦૮/૫ : આયર્લેન્ડ ૧૩૨/૯ : કુલદીપને ૪ વિકેટ

લાંબા સમય બાદ મેદાન પર ઉતરેલ ટીમ ઇન્ડિયાએ આયર્લેન્ડ-ઈંગ્લેન્ડના પ્રવાસમાં વિજયી શરૂઆત કરી છે. પ્રથમ ટી-૨૦ મેચમાં ભારતે આયર્લેન્ડને રને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૨૦૮ રન બનાવ્યા હતા અને ૨૦૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે આયર્લેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૩૨ રન બનાવી શકી હતી અને ભારતનો ૭૬ રને વિજય થયો હતો. કુલદીપ યાદવને ૪ વિકેટ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો છે.

ટોસ હાર્યા પછી પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે રોહિત શર્માના ૯૭ અને શિખર ધવનના ૭૪ રનની મદદથી ૨૦૮ રન ફટકાર્યા હતા. ધવન અને રોહિતે પ્રથમ વિકેટ માટે ૧૬૦ રનની ભાગીદારી કરી હતી. રોહિતે ટી-૨૦ કેરિયરની ૧૫મી અડધીસદી ફટકારી હતી. રોહિતે પોતાના ૯૭ રનની ઈનિંગમાં ૮ ફોર અને ૫ સિકસ ફટકારી. ધવને ૪૫ બોલમાં પાંચ ફોર અને પાંચ સિકસ સાથે ૭૪ રન બનાવ્યા હતા. આ સિવાય રૈના ૧૦, ધોની ૧૧, કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. ભારતે અંતિમ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી હતી.

ભારતના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. બુમરાહે બીજી ઓવરમાં પુલ સ્ટર્લિંગને ૧ રને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આયર્લેન્ડ તરફથી એકમાત્ર જેમ્સ શેનાનોને ૩૫ બોલમાં ૬૦ રન ફટકાર્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે ૨૧ રનમાં ચાર તથા યહલે ૩૮ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બુમરાહને બે સફળતા મળી હતી. આ શ્રેણીની બીજી ટી-૨૦ મેચ ૨૯ જૂને રમાશે.(૩૭.૧)

 

(1:45 pm IST)