Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ કર્યા પુરા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર ઉમેશ યાદવે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂરા કર્યા છે. યાદવે વર્ષ 2010 માં દિવસે પ્રથમ વખત ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. યાદવે બુલવાયોમાં ઝિમ્બાબ્વે સામે પ્રથમ વનડે રમ્યો હતો. જોકે યાદવ તેની પહેલી આંતરરાષ્ટ્રીય મેચમાં કોઈ વિકેટ મેળવવામાં નિષ્ફળ ગયો હતો.તેણે ભારત માટે અત્યાર સુધીમાં 75 વનડે મેચ રમી છે અને 106 વિકેટ લીધી છે. યાદવે ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ વનડે મેચ રમ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝ સામે દિલ્હીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 46 ટેસ્ટ મેચ રમી છે અને 30.47 ની સરેરાશથી 144 વિકેટ લીધી છે. તેણે નવ વિકેટ ઝડપીને દેશ માટે સાત ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે.

(4:58 pm IST)