Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ઈંગ્લેન્ડ વર્લ્ડકપ જીતવા માટે ફેવરીટ, પણ ભારત અને ઓસ્ટ્રેલિયાને નકારી ન શકાય : મેકગ્રા

આફ્રિકાની ટીમ કાયમ સારી યાદીમાં : વિન્ડીઝ - પાક. ફિફટી - ફીફટી

વર્લ્ડ કપ જેમ-જેમ નજીક આવી રહ્યો છે એમ એમ આ ક્ષેત્રના દિગ્ગજ પ્લેયરો વર્લ્ડ કપના દાવેદાર કોણ હોઈ શકે એની ભવિષ્યવાણી ભાખી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમના નામાંકિત બોલર ગ્લેન મેકગ્રાએ આ વિશે પોતાના વિચાર વહેતા કર્યા છે અને વર્લ્ડ કપ જીતવા માટેના પ્રબળ દાવેદાર તરીકે ઇગ્લેન્ડનું નામ આગળ મૂકયું છે. જોકે ઇંગ્લેન્ડ ઉપરાંત તેનું કહેવું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પણ સારા ફોર્મમાં હોવાથી એમને આ દાવેદારોની લિસ્ટમાંથી નકારી ન શકાય.

મેકગ્રાએ ૨૦૦૭ના વર્લ્ડ કપ જીત્યા બાદ વનડે ઇન્ટરનેશનલ મેચમાંથી સંન્યાસ લીધો હતો. ઇંગ્લેન્ડ ટીમની પ્રશંસા કરતાં તેણે કહ્યું કે છેલ્લા થોડા દિવસોમાં ઇંગ્લેન્ડની ટીમના પ્રદર્શનથી હું ઘણો પ્રભાવિત થયો છું. કેટલાક મોટા સ્કોર કરવાની પણ આ ટીમમાં ક્ષમતા છે. ઘણી વાર ૫૦ ઓવરની મેચમાં ટીમ શરૂઆતની ૧૫ અને છેલ્લી ૧૫ ઓવરમાં સારું પ્રર્ફોર્મ કરે છે, પણ ઇગ્લેન્ડ, ઇન્ડિયા આ એવી ટીમો છે જે ૫૦ ઓવરની

મેચમાં સળંગ સારું પર્ફોર્મ કરી રહી છે. એમાં પણ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા જેવી સ્ટ્રોન્ગ ટીમ ઇંગ્લેન્ડને જબરદસ્ત કોમ્પિટિશન આપી શકે છે.

અન્ય ટીમોના સંદર્ભમાં મેગ્નાએ ઉમેર્યું હતું કે સાઉથ આફ્રિકાની ટીમ હંમેશાં સારી ટીમોની યાદીમાં આવે છે, જયારે વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાનની ટીમો સારું પ્રદર્શન કરવામાં સફળ રહી શકે અને ન પણ રહી શકે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ સારા ફોર્મમાં છે એટલે આ વખતનો વર્લ્ડ કપ કોણ જીતશે એ જોવું ખૂબ જ રોમાંચક રહેશે.

(1:18 pm IST)