Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ભારત-ઓસ્‍ટ્રેલિયા વચ્‍ચેની ટેસ્ટ મેચ ફિક્સિંગ પ્રકરણમાં બીસીસીઆઇ આઇસીસીને તપાસમાં સહયોગ આપશે

મુંબઇઃ સમાચાર ચેનલ અલ જજીરાની ડોક્યૂમેન્ટ્રીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં માર્ચ-2017માં રમાયેલી ટેસ્ટ મેચ પર સવાલ ઉઠ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું કે, એક ઓસ્ટ્રેલિયન બેટ્સમેન એક નક્કી કરેલા સમય સુધી ધીમી બેટિંગ કરીને મેચ ફિક્સિંગ કરી હતી, જેને ભારતમાં કાયદાકિય ગુનો માનવામાં આવે છે. ડોક્યૂમેન્ટ્રીમાં ભારતમાં રહેનાર અનીલ મુવ્વર બે બેટ્સમેનોના નામ લઈ રહ્યો છે. બંન્ને ખેલાડીઓના નામ ડોક્યૂમેન્ટ્રીમાંથી કટ કરવામાં આવ્યા છે. ચેનલે કહ્યું કે, જે બે ખેલાડીઓના નામ આમાં આવ્યા છે, તેણે જવાબ આપવાનો ઈન્કાર કરી દીધો છે. 

અલ જજીરાએ કહ્યું કે, મુનવ્વરે તે ટેસ્ટમાં જે ગતીથી રન બનાવવાની વાત કરી હતી તે યોગ્ય સાબિત થઈ છે. ચેનલ પ્રમાણે બેટ્સમેનને ધીમી ગતીથી રન બનાવવાનું કહેવામાં આવ્યું હતું. આ સાથે ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલમાં રમાયેલી ટેસ્ટ મેચ પર પણ સવાલ ઉઠાવ્યા છે. ડોક્યૂમેન્ટ્રીમાં ગોલના પિચ ક્યૂરેટરે પિચ સાથે છેડછાડની વાતનો સ્વીકાર કરતા દેખાડ્યું છે. 

બીજા સ્ટિંગ ઓપરેશનમાં આરોપ લગાવવામાં આવ્યો કે, ટેસ્ટ રમનાર મોટા દેશો ભારત અને ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ મેચ ફિક્સિંગ કરનારા પ્રભાવિત મેચોની યાદીમાં સામેલ હોઈ શકે છે, પરંતુ બંન્ને દેશોના ક્રિકેટ બોર્ડે કોઈ કાર્યવાહી કરતા પહેલા આઈસીસીની હાલની તપાસ પૂર્ણ થવા સુધી રાહ જોવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટિંગ અલ જજીરા ચેનલે કર્યું છે અને જે મેચો પર સવાલ કર્યો છે, તેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં 26 થી 29 જુલાઈ 2017ની ટેસ્ટ મેચ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં 16 થી 20 માર્ચ 2017 સુધીની મેચ અને ભારત ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં 16 થી 20 ડિસેમ્બર સુધી રમાયેલી ટેસ્ટ સામેલ છે. 

ગાલે અને ચેન્નઈમાં રમાયેલી મેચમાં ભારતે જીત મેળવી હતી, જ્યારે રાંચીની મેચ ડ્રો રહી હતી. આરોપ છે કે, ફિક્સિંગ કરનારના કહેવા પર પિચ (ભારત-શ્રીલંકા)માં ફેરફારની આશંકા છે. અન્ય બે મેચોમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગમાં સામેલ થવાનો આરોપ છે. આ પ્રકારની ઘટનામાં કોઈ ભારતીય ખેલાડીનું નામ સામે આવ્યું નથી. 

(6:47 pm IST)
  • ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને એકવાર ફરી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સાથે સરહદના ગામમાં મુલાકાત કરીને શાંતિવાર્તાની પહેલ કરી : બંને વચ્ચે આ બીજી મુલાકાત છે : પહેલી ઐતિહાસિક મુલાકાતમાં કિમ જોંગ ઉનએ અમેરિકા સાથે વાતચીત કરવા અને પોતાના ન્યુક્લિયર પ્રોગ્રામને નષ્ટ કરવાનો વાયદો કર્યો હતો. access_time 11:45 pm IST

  • શેરબજારઃ ઇન્‍ડેક્ષ ફરી ૩પ હજારને પારઃ ૧પ૦ ઉછળ્‍યોઃ નીફટી ૬૩ પોઇન્‍ટ ચડીઃ ફાર્મા શેરોમાં તેજીનો દોર : ક્રુડનાં ભાવમાં ઘટાડોઃ રૂપિયો મજબુત થતા શેરબજારમાં પ્રથમ દિવસે જ ઉછાળોઃ ઇન્‍ડેક્ષ ૧પ૦ તો નીફટી ૬૩ ઉછળીઃ ઇન્‍ડેક્ષ ૩પ હજારને પારઃ સ્‍મોલકેપ-મીડ કેપ-ફાર્મા-બેન્‍ક શેરો-ઓટો શેરોમાં ઉછાળાઃ આઇટી શેરોમાં નબળાઇ access_time 11:41 am IST

  • ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન માટે તૈયાર કરાયેલ શાનદાર શિપને હવે હોટલ બનાવવા તૈયારી થઇ રહી છે 82 મીટર લાંબી આ શિપને 1981માં બનાવાઈ હતી,કિંગ સાઈઝ બેડ,મખમલના પડદા,સોનાથી સજાવેલા બાથરૂમ શીપમાં છે બરસા બ્રિજ નામથી આ શિપને હવે ઈરાકી સરકાર હોટલમાં રૂપાંતરિત કરવા વિચારણા કરી રહી છે બે વર્ષ સુધી આ શિપનો બરસા યુનિવર્સીટીએ પણ ઉપયોગ કર્યો હતો. access_time 7:18 am IST