Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

પ્રથમ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને પાકિસ્તાને નવ વિકેટે હરાવ્યું

નવી દિલ્હી: બટલરના (૬૭) અને બૅસ (૫૭)ની લડત છતાં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો નવ વિકેટથી પરાજય થયો હતો. પ્રથમ ઈનિંગમાં ૧૮૪માં ઈંગ્લેન્ડ ખખડી ગયું હતુ. જે પછી પાકિસ્તાને પ્રથમ ઈનિંગમાં ૩૬૩ રન ખડક્યા હતા. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ માત્ર ૨૮૨માં સમેટાઈ હતી, જેમાં રૃટના ૬૮ તેમજ બટલર અને બૅસની અડધી સદીઓ મુખ્ય હતી. પાકિસ્તાને જીતવા માટે જરૃરી ૬૪ના ટાર્ગેટને એક વિકેટે પાર પાડયો હતો. ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગ: ૧૮૪ પાકિસ્તાન પ્રથમ ઈનિંગ : ૩૬૩

(4:59 pm IST)