Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ધોની-વિરાટ-રોહિત 100 બોલની ટુર્નામેન્ટ રમશે

નવી દિલ્હી: ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભારતના કેટલાક દિગ્ગજ ખેલાડી ભાગ લઈ શકે છે. આ નામી ખેલાડીઓમાં કેપ્ટન વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોનીનુ નામ પણ સામેલ છે. એવા અહેવાલ સામે આવ્યા છે કે તેમને આ ટૂર્નામેન્ટમાં રમવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસેથી મંજુરી પણ મળી શકે છે. 
એક ટોચના સુત્રના જણાવ્યા મુજબ ઈન્ડિયન પ્રિમીયર લીગના બજારને બચાવવા માટે વિદેશી લીગોમાં પોતાના ખેલાડીઓને મોકલનાર બીસીસીઆઈ આ ૧૦૦ બોલની ટૂર્નામેન્ટમાં રમવા માટે પોતાના ખેલાડીઓને મંજુરી આપી શકે છે. 
રીપોર્ટમાં જણાવ્યા મુજબ વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા અને અન્ય ટોચના ભારતીય ખેલાડીઓ આની પ્રથમ સીઝનમાં ભાગ લેવાથી ટૂર્નામેન્ટને વધુ ફાયદો થશે. આ પહેલા બીસીસીઆઈએ મહિલા ક્રિકેટ ખેલાડીઓને આ વર્ષે યોજાનાર સુપર લીગ ટી-૨૦ ટૂર્નામેન્ટમાં રમવાની મંજુરી આપી દીધી છે. એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે બીસીસીઆઈ ભારતીય ખેલાડીઓને બીજી લીગમાં રમવાની તક આપવા માટે પણ વિચાર કરી રહી છે. જો આમ થશે તો ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓને બીજા દેશની પિચ અને પરિસ્થિતિને સમજવાની પણ તક મળશે. જેથી ટીમ ઈન્ડિયાને વિદેશી પ્રવાસ પર પિચને સમજવામાં મુશ્કેલી પડશે નહીં, હાલમાં તો બીસીસીઆઈએ માત્ર મહિલા ક્રિકેટર્સને વિદેશી લીગમાં રમવાની મંજુરી આપી છે.

(4:57 pm IST)
  • ભૂકંપની અફવાથી બિહારના રેલવે સ્ટેશને ભાગદોડમાં 56 લોકો ઘાયલ :બિહારના નાલંદાના બિહારશરીફ રેલવે સ્ટેશને એક વિદ્યાર્થીએ ભૂકંપની અફવા ફેલાવતા ભાગદોડ મચી :સ્ટેશન પર આઈટીઆઈ પરીક્ષામાં સામેલ થવા અલગ અલગ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલવે સ્તએહ્સને હતા ત્યારે મોડીરાત્રે 2 વાગ્યે કેટલાક અવાજો આવતા સુતેલા છાત્રોને ભૂકંપ ભૂકંપ એવું જોરશોરથી કહેતા લોકો ભાગવા લાગ્યા હતા. access_time 11:45 pm IST

  • કેન્દ્ર સરકાર વિરુદ્ધ આમ આદમી પાર્ટી યુપીમાં પદયાત્રા કરશે :25 જૂનથી 8 જુલાઈ સુધી વારાણસીથી બલિયા વચ્ચે પદયાત્રા કરાશે : મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ભાજપ દ્વારા થતી ઉજવણી પર સવાલ ઉઠાવતા આપના સાંસદ સંજયસિંહ : લખનઉમાં પાર્ટી પદાધિકારી સાથે બેઠક યોજાઈ access_time 7:15 am IST

  • રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ ભૂણાવા ગામ સ્થિત વાઘેશ્વર મહાદેવના મંદિર પાસે મોડી રાત્રે કોઈ અજાણ્યા શકશો નવજાત બાળકને તરછોડી અને ભાગી છૂટ્યા : ગોંડલ બાલાશ્રમના ચેરમેન સહિતના કર્મચારીઓએ આ નવજાત બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું : પોલીસે વધુ તપાસ હાથ ધરી છે access_time 8:34 am IST