Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

આર્ચરી વર્લ્ડકપમાં ભારતે મેળ્યો સિલ્વર મેડલ

નવી દિલ્હી: ભારતની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન દાખવતા આર્ચરી વર્લ્ડકપમાં સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો છે. જ્યોતિ સુરેખા, દિવ્યા દયાલ અને મુસ્કાન કિરારની ભારતીય આર્ચરી ટીમે અંતાલ્યામાં ચાલુ વર્લ્ડકપમાં મહિલા કમ્પાઉન્ડ ટીમ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતી લીધો. આ સ્પર્ધામાં ગોલ્ડ તાઈવાનની મહિલા ટીમને મળ્યો. 
તાઈવાનની મહિલા ટીમે ૨૩૧ પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેળવ્યો, તેમજ ભારતીય ટીમને ૨૨૮ પોઈન્ટ મળ્યા. ૨૨૭ પોઈન્ટ સાથે સાઉથ કોરીયાની ટીમને આ વર્ગમાં બ્રોન્ઝ મેડલ મળ્યો. દિવ્યા દયાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સિલ્વર મેડલ જીત્યા બાદ ટીમનો ફોટો પણ શેર કર્યો. મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પણ ભારતના અભિષેક વર્મા અને જ્યોતિ સુરેખાની જોડીને પ્રાપ્ત થયો. બન્નેએ પોતાના કરીયરનુ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યુ હતુ. 
બેલ્જિયમની સામે રમાયેલ મેચમાં અભિષેક અને જ્યોતિએ પ્રથમ રાઉન્ડમાં જ બે પોઈન્ટની સરસાઈ મેળવી લઈ જબદસ્ત શરુઆત કરી હતી. સ્પર્ધાનો ગોલ્ડ ફ્રાંસે કોરીયાને હરાવીને જીત્યો. જ્યારે બીજીબાજુ ભારતીય પુરુષ રીકર્વ ટીમનુ ખરાબ પ્રદર્શન યથાવત રહ્યુ હતુ અને તે પ્રથમ તબક્કામાં જ બહાર ફેંકાઈ ગયુ હતું.

(4:57 pm IST)
  • CBSE ધોરણ 10નું પરિણામ આજે બપોરે ૪ વાગ્યે થશે જાહેર : cbseresults.nic.in, cbse.nic.in અને results.nic.in વેબસાઈટ પર પરીણામ જોઈ શકાશે access_time 8:30 am IST

  • તામિલનાડુના તુતીકોરીન જિલ્લામાં વિરોધ પ્રદર્શનમાં હિંસા ભડકતા લગાવેલ કલમ 144 હટાવાઈ :વેદાંતા ગ્રુપની કંપની સ્ટરલાઇનના કોપર યુનિટના વિરોધમાં હિંસા થતા વહીવટી તંત્રે 21મીએ કલમ 144 લાગુ કરી હતી :પોલીસ ગોળીબારમાં 13 લોકોના મોત થયા હતા. access_time 7:16 am IST

  • ૧લી જૂને વિશ્વની શ્રેષ્ઠતમ હવામાન આગાહી સિસ્ટમ્સ ખુલ્લી મૂકાશેઃ અતિ ખરાબ હવામાન (સિવીયર વેધર) સહિતની આગાહીઓ સચોટ કરી શકાશે : ૨૪-૪૮ કલાકમાં હવે કેરળના કાંઠે ચોમાસુ બેસી જશે : ૪૮ કલાકમાં કેરળ અને લક્ષદ્વીપમાં ધોધમાર - ભારે વરસાદની આગાહી access_time 10:33 am IST