Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

સિંહની સવારી કરતી ઝિવા

ધોનીની ટીમ ફરી ચેમ્પિયન બની છે ત્યારે ચેન્નાઈના ઓફિશ્યિલ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. જેમાં ધોનીની દિકરી ઝીવા રમકડાના સિંહની સવારી કરી રહી છે. ઝીવા સિંહને બાઈકની જેમ દોડાવવાનો પ્રયાસ કરી રહી છે. સીએસકેએ લખ્યુ કે આવી રીતે સિંહો (ટીમને) સમર્થન કરી રહી છે.

(3:51 pm IST)
  • ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન માટે તૈયાર કરાયેલ શાનદાર શિપને હવે હોટલ બનાવવા તૈયારી થઇ રહી છે 82 મીટર લાંબી આ શિપને 1981માં બનાવાઈ હતી,કિંગ સાઈઝ બેડ,મખમલના પડદા,સોનાથી સજાવેલા બાથરૂમ શીપમાં છે બરસા બ્રિજ નામથી આ શિપને હવે ઈરાકી સરકાર હોટલમાં રૂપાંતરિત કરવા વિચારણા કરી રહી છે બે વર્ષ સુધી આ શિપનો બરસા યુનિવર્સીટીએ પણ ઉપયોગ કર્યો હતો. access_time 7:18 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પ્રસંગે પાર્ટીને નિશાને લીધી :શોટગને કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ભાજપની ઉપલબ્ધી રહી છે માત્ર વાયદા વાયદા અને વધુ વાયદા કરવા : શત્રુઘ્ને ટ્વીટર પર લખ્યું કે મને એવો સવાલ પુછાઈ રહ્યો કછે કે મોદી સરકારની ચાર વર્ષની ઉપલબ્ધી શું છ? તો મારો જવાબ છે કે કામ નહીં પરંતુ માત્ર વાયદો કરવો : શત્રુઘ્નસિંહાએ કહ્યું કે તેની પાર્ટી વાયદા અને વાયદા અને માત્ર વાયદા કરવામાં સૌથી અવ્વલ નંબરની પાર્ટી બની છે. access_time 7:15 am IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 જૂન સુધી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જવા રવાના થશે, જેમાં PM થોડા સમયે માટે કુઆલાલમપુરમાં રોકાણ કરશે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના નવ નિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાર્તામાં પતંગ મહોત્સવનું પણ ઉધ્ધાટન કરશે. 1 જૂને સિંગાપોરમાં શાંગરી-લા સંવાદને સંબોધન કરશે વડાપ્રધાન મોદી અને આ કાર્યક્રમમાં મુખ્યવકતા તરીકે આમંત્રિત કરાયા હોય તેવા ભારતના પ્રથમ PM બનશે. access_time 8:29 am IST