Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ઉંમર નહિ પરંતુ ખેલાડીની ફિટનેસ ગેમ ચેન્જર :ચેન્નાઈને ઘરડાની સેના ગણનારને ટ્રોફી જીત્યા બાદ ધોનીનો જવાબ

મુંબઇ:ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમમાં ઉંમરલાયક ખેલાડીઓ હોવાના કારણે ઘણાએ તેને ઘરડાંઓની ટિમ ગણાવી હતી જોકે છતા પણ આઇપીએલ-11ની ચેમ્પિયન બનવામાં સફળ રહેલી અને તેની કેપ્ટન્સીમાં મહેન્દ્ર સિંહ ઘોનીએ પણ કહ્યું કે ઉંમરની નહી પરંતુ ફિટનેસનું મહત્વ વધારે હોય છે. ચેન્નાઇએ સનરાઇજર્સ હૈદરાબાદને આઠ વિકેટતી પરાજય આપીને સતત ત્રીજી વખત ચેમ્પિયન બની ચુકી છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ચેન્નાઇની પ્લેઇંગ 11ની જ્યારે જાહેરાત થઇ ત્યારે ઘણા ખેલાડીઓ અને મીડિયા ગૃહો દ્વારા તેને વૃદ્ધોની ફોજ પણ ગણાવવામાં આવી હતી. ઉપરાંત ધોનીએ કેપ્ટન્સી છોડી દીધાને લાંબો સમય પસાર થઇ ચુક્યો હોવાનાં કારણે શું તે ફરીથી સફળ કેપ્ટનની ભુમિકા નિભાવી શકશે વગેરે જેવા સવાલો ઉભા કર્યા હતા. જો કે ધોની પહેલાથી જ કથની કરતા કરણીમાંવધારે માને છે. 

આઇપીએલની ટ્રોફી સ્વિકારતા સમયે પણ તેણે પોતાનાં આલોચકોને આડકતરી રીતે જવાબ આપતા કહ્યું કે ઉંમરથી ક્યારે પણ મેચ જીતાતી નથી. મેચ જીતવા માટે તમારી ફિટનેસ ખુબ જ જરૂરી છે. તેણે કહ્યું કે ઉંમર માત્ર એક આંકડો છે પરંતુ ખેલાડીની ફિટનેસ જ ગેમ ચેન્જર સાબિત થતી હોય છે. 

ધોનીએ કહ્યું કે, રાયડૂ 33 વર્ષનો છે પરંતુ તે વાસ્તવમાં મહત્વનું નથી જો તમે કોઇ કેપ્ટનને પુછશો કે કેવો ખેલાડી ઇચ્છશે તો તે કહેશે ફિટ અને ચપળ ખેલાડી તે ખેલાડીની ઉંમર નહી પુછે. અમે અમારા માઇનસ પોઇન્ટ જાણીએ છીએ. જો વોટ્સન ડાઇવ લગાવવાનો પ્રયાસ કરતો તે ઇજાગ્રસ્ત થયો હોત.એટલા માટે જ અમે તેને આવું કોઇ જ સાહસ નહી કરવા માટે જણાવ્યું હતું.

(1:08 pm IST)