Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

એક પ્રશંસકના નાતે હું ધોનીને રમતો જોવા માંગુ છુઃ પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્‍ટન કપિલ દેવ

નવી દિલ્લીઃ   ભારતીય ટીમના પૂર્વ કેપ્‍ટન કપિલ દેવએ કહ્યું છે કે તે મહેન્‍દ્રસિંહ ધોનીના પ્રશંસક છે અને આ નાતે તે એમને આ વર્ષે ઓકટોબરમા રમાનાર ટી-ર૦ વિશ્વકપમાં રમતા જોવા ઇચ્‍છે છે. પણ ઘોની પર ફેંસલો ટીમ પ્રબંધનએ લેવાનો છે. એમણે કહ્યું કે એક પ્રશંસક તરીકે ( હુ એમને ટી-ર૦ વિશ્વકપમા રમતા જોવા ઇચ્‍છુ છું) પણ એક ક્રિકેટરના તોર પર આ પ્રબંધન પર નિર્ભર છે.

ધોનીએ વિતેલા સમયમાં ઇગ્‍લેન્‍ડમા રમાયેલ વિશ્વકપના સેમીફાઇનલમા  ન્‍યુઝીલેન્‍ડ વિરૂદ્ધ છેલ્લી વખત પીચ પર કદમ રાખ્‍યા હતા તે ત્‍યારથી ટીમથી આરામના નામે બહાર છે. ધોની જો કે હવે આઇપીએલમાં આગામી સીઝનમાં પોતાની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્‍સ માટે રમતા નજરે આવશે. અને આના પર ટીમમાં આવવાનુ એમનુ ભવિષ્‍ય ટકેલુ છે. કપિલએ કહ્યું કે ધોનીએ પહેલાથી આ દેશ માટે ઘણું કર્યુ છે.  તે પોતાની કારકિર્દીના અંતિમ ચરણ પર છે. માટે તે જેટલુ પણ રમે આપણે ખુશ થવું જોઇએ.

(11:46 pm IST)