Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ભારતના વિરોધ બાદ એશિયાકપનું સ્થળમાં ફેરફાર :હવે દુબઈ કરશે ટૂર્નામેન્ટની મેજબાની

ભારત અને પાકિસ્તાન બંને ટીમો ભાગ લેશે: 8 વર્ષથી બંને દેશો નથી રમ્યા દ્વિપક્ષીય સીરીઝ

 

મુંબઈ : સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી એશિયા કપની ટૂર્નામેન્ટની મેજબાની દુબઈ કરશે. એશિયન ક્રિકેટ કાઉંસિલની 3 માર્ચે થનારી મીટિંગ માટે દુબઈ રવાના થાય તે પહેલા સૌરવ ગાંગૂલીએ ઈડન ગાર્ડનમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એશિયા કપ દુબઈમાં થશે અને ભારત અને પાકિસ્તાન બંને ટીમો તેમા ભાગ લેશે.

ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનને મેજબાન દેશનો દરજ્જો મળ્યો હતો, પણ બીસીસીઆઈ તેના પર વાંધો ઉઠાવ્યો હતો કે, સુરક્ષાના કારણોને લઈ ભારત પાડોશી દેશ પાકિસ્તાનમાં નહીં જાય. ત્યાર બાદ ટૂર્નામેન્ટને દુબઈમાં ખસેડવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન 2012-13 બાદ કોઈ પણ દ્વિપક્ષીય સીરીઝ નથી રમ્યા. બંને દેશો વચ્ચે તણાવની સ્થિતીને ધ્યાનમાં રાખી બંને દેશો ફક્ત આઈસીસી ટૂર્નામેન્ટ રમતા આવ્યા છે.

 

(10:45 pm IST)