Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

વેસ્ટ ઇન્ડીઝ સામે શ્રીલંકાની ૧૬૧ રનથી વન-ડેમાં સૌથી મોટી જીત

શ્રીલંકા ૫૦ ઓવર ૩૪૫/૮ : વિન્ડીઝ ૧૬૧/૧૦ : અંતિમ વન-ડે ૧ માર્ચે રમાશે

હંમ્બનટોટા :   વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી વન-ડે મેચ શ્રીલંકાએ જીતી લેતાં ત્રણ મેચની સિરીઝ ર-૦થી કબજે કરી લીધી છે. બીજી વન-ડેમાં ૯ રને બે વિકેટ ગુમાવી દીધા બાદ આવિષ્કા ફર્નાન્ડો અને કુસલ મેન્ડિસે ત્રીજી વિકેટ માટે ૨૩૯ રનની રેકોર્ડ પાર્ટનરશિપ કરી હતી, જે ઓવરઓલ ટોપ ફાઇવમાં ચોથા ક્રમે છે. શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૪૫ રન બનાળા હતા. ફર્નાન્ડો અને મેન્ડિસે અનુક્રમે ૧૨૭ અને ૧૧૯ રન કર્યા હતા.

 વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૪૫ રન બનાવા હતા. ફર્નાન્ડો અને મેન્ડિસ ઉપરાંત થિસારા પરેરા ૩૬ રન બનાવીને આઉટ થયો હતો. શેલ્ડન કોટ્રેલ અને અછારી જોસેફે અનુક્રમે ચાર અને ત્રણ વિકેટ લીધી હતી.

વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત સારી રહી હતી   અને પહેલી વિકેટ માટે તેમણે ૬૪ રનની પારી રમી હતી. એકમાત્ર હોપ હાફ સેન્ચુરી ફટકારી ૫૧ રનની પારી રમી શકયો હતો. એ ઉપરાંત અન્ય કોઈ પ્લેયર લાંબી ઈનિંગ રમી શકયો નહોતો. શ્રીલંકન બોલરો સામે આખી વિન્ડીઝ ટીમ ૧૮૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૬૧ રનની સૌથી મોટી જીત હાંસલ કરી હતી. શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રીજી અને અંતિમ વન-ડે એક માર્ચે રમાશે.

(3:43 pm IST)