Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ICC ટી-20 રેંકિંગ : ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ બીજા સ્થાને યથાવત

ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી 673 પોઈન્ટ સાથે 10માં નબરે

મુંબઈ : ભારતીય ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ ICCની નવી ટી-20 રેન્કિંગમાં બેટ્સમેનોની યાદીમાં બીજા સ્થાન પર યથાવત છે. જ્યારે બોલિંગની યાદીમાં ઓસ્ટ્રેલિયાઈ લેફ્ટ આર્મ સ્પિનર એશ્ટન એગર ચોથા નંબર પર પહોંચ્યા છે.

  ધમાકેદાર ફોર્મમાં ચાલી રહેલા રાહુલ આ મહિનાની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી બીજા નંબર પર પહોંચ્યા છે. રાહુલનાં 823 પોંઈન્ટ છે, જ્યારે ટોચનાં સ્થાન પર યથાવત પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમથી પાછળ છે, જેનાં 879 પોંઈન્ટ છે. આ યાદીમાં ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી 673 પોઈન્ટ સાથે 10માં નબર પર છે.

 ઓસ્ટ્રેલિયાનાં ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર 25માં સ્થાનથી આગળ વધીને 18માં સ્થાને અને તેમનાં સાથી સ્ટીવન સ્મિથ 265નાં નંબરથી મોટી છલાંગ લગાવીને 53માં નંબરે પહોંચ્યા છે. જ્યારે બોલર્સની યાદીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટી-20 મેચમાં હેટ્રિક સહીત પાંચ વિકેટ ઝડપનાર બોલર એશ્ટન એગર છઠ્ઠા સ્થાનથી છલંગા લગાવીને ચોથા નંબર પર પહોંચ્યા છે. એગરની ટીમનાં સાથી એડમ જમ્પા એક સ્થાન ઉપર ચઢીને ત્રીજા અને દક્ષિણ આફ્રિકાનાં તબરેજ શમ્સી પાચામાં સ્થાનીથી આગળ વધીને ત્રીજા નંબર પર પહોંચ્યા છે.

(11:09 am IST)