Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

ભારત-પાકિસ્તાન વચ્ચે વિમેન્સ સિરીઝ વિશે બીસીસીઆઈ નિર્ણય લેશે : ઝૂલન ગોસ્વામી

ભારતની અનુભવી પેસ બોલર ઝૂલન ગોસ્વામીએ મીડિયાને કહ્યું હતું કે આઈસીસી વિમેન્સ વન-ડે ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ અંતર્ગત રમાનારી ભારત-પાકિસ્તાન વન-ડે સિરીઝ ભારતે રમવી કે ન રમવી એ બાબત ભારતીય ક્રિકેટ બોર્ડ નક્કી કરશે.

આ સિરીઝ ૨૦૨૧માં રમાનારા આઈસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ માટેની કવોલિફિકેશન સિરીઝ છે જેના પોઈટ્સ વર્લ્ડ કપમાં સીધા કવોલિફાય થવા મહત્ત્વના રહેશે.

(3:49 pm IST)
  • ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદીલીથી મહારાષ્ટ્રનું બજેટ સત્ર વચ્ચેથી જ પુરૂ કરવા નિર્ણયઃ મુંબઈ મેટ્રોના ૧૨ સ્ટેશનોએ રેડ એલર્ટઃ મુંબઈ, નાગપુર અને પુના આતંકીઓના નિશાન ઉપર access_time 3:43 pm IST

  • ઝારખંડમાં પાકિસ્તાની ઝંડાવાળા શર્ટ પહેરવા બદલ 11 યુવકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ ;જિલ્લા વહીવટી તંત્રએ સાંજે બૈદયપૂર ગામમાં ધારા 144 લાગુ કરી ;પાકિસ્તાની ઝંડાવાળા શર્ટ પહેરેલી યુવકોની કથિત તસ્વીરને લઈને તંગદિલી :ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 12:37 am IST

  • અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઇ : રેલ્વે સ્ટેશન પર ચેકીંગ હાથ ધરાઇઃ સંવેદનશીલ વિસ્તારોમાં હથિયારબધ્ધ જવાનો તૈનાત કરાયાઃ પોલીસ ડોગ સ્કવોડ અને બોંબ સ્કવોડ સાથે ચેકીંગઃ શંકાસ્પદ વસ્તુઓ અને વ્યકિતઓ પર પોલીસની બાજનજર access_time 3:30 pm IST