Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

તેરી ઝલક અશરફી..શ્રીવલ્લી... ક્રિકેટરો પણ ‘પુષ્‍પા' ક્રેઝી

બ્રાવો, શાકીબ અલ હસન અને નઝમુલ ઇસ્‍લામની પણ પુષ્‍પાવાળી સ્‍ટાઇલ

નવી દિલ્‍હીઃ રવીન્‍દ્ર જાડેજા, શિખર ધવન, ડેવિડ વોર્નર, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન તેમ જ અન્‍ય કેટલાક ક્રિકેટરો પછી હવે હાર્દિક પંડ્‍યાને તેમ જ બીજા વિદેશી ખેલાડીઓને ટૉલીવુડના સુપરસ્‍ટાર અલ્લુ અજુનની ‘પુષ્‍પા - ધ રાઇઝ' ફિલ્‍મના ‘તેરી ઝલક અશરફ... શ્રીવલ્લી... નેના મદક બરફી' ગીતનો ચસકો લાગ્‍યો છે જેની તાજેતરમાં સોશ્‍યલ મીડિયામાં ઝલક જોવા મળી છે.
 ડવેઇન બ્રાવો
એક પોસ્‍ટમાં  વેસ્‍ટ ઇન્‍ડીઝના મ્‍યુઝિક લવર ડ્‍વેઇન બ્રાવોએ  બંગલાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)ની એક મેચ દરમ્‍યાન એક વિકેટ વખતે અલ્લુ અર્જુનની  સ્‍ટાઇલ મારી  હતી.  
 શાકિબ-અલ-હસન નઝમુલ ઇસ્‍લામ
મીરપુરમાં બીપીએલની મેચમાં ફોર્ચ્‍યુન બારિસાલ ટીમના શાકિબ- અલ-હસને કોમિલા વિક્‍ટોરિયન્‍સના ફેંફ ડું પ્‍લેસીને આઉટ કરીને ‘પુષ્‍પા 'સોન્‍ગની સ્‍ટાઇલમાં વિકેટ સેલિબ્રેટ કરી હતી.  
 એ પહેલાં, આ જ સ્‍પર્ધાની મેચમાં ઢાકાની ટીમના મહમુદુલ્લાની વિકેટ લીધા બાદ સિલ્‍હટ સનરાઇઝર્સના બોલર નઝમુલ ઇસ્‍લામે ‘પુષ્‍પા' ફિલ્‍મના ફેમસ ડાન્‍સની નક્‍લ કરી હતી.





 

(3:54 pm IST)