Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ધોની ચેન્નાઇ પહોંચ્યો : આઇપીએલ મેગા ઓેકશનની તૈયારી કરશે

 

નવી દિલ્હીઃ  આઈપીએલ ૨૦૨૨ની મેગા ઓકશન પહેલા એમએસ ધોની ચેન્નાઈ પહોંચી ગયો છે.  ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે ધોનીની આ છેલ્લી હરાજી હોઈ શકે છે. તેથી તેઓ તેને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છે. હવે આઇપીએલ ૨૦૨૨ની મેગા ઓકશનમાં ૩ અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે.  આવી સ્થિતિમાં ધોનીના અચાનક આગમનને લઈને અનેક પ્રકારની અટકળો શરૃ થઈ ગઈ છે.  ધોની ખાસ કામ માટે હરાજી પહેલા ચેન્નાઈ આવ્યો છે. મેગા ઓકશન ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાશે, પરંતુ તે પહેલા ધોની ચેન્નાઈમાં તૈયારી કરશે. 

(2:32 pm IST)