Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ભારતીય મહિલા હોકી ટીમ આજે બ્રોન્ઝ માટે રમશે

નવીદિલ્હીઃ મસ્કતના એશિયા કપમાં ભારતની મહિલા હોકી ટીમ સેમી ફાઈનલમાં કોરિયા સામે ૨-૩થી હારી ગયા બાદ ભારતની હવે આજે બ્રોન્ઝ મેડલ માટે ચીન સામે મેચ છે. આજની મેચ પરથી સ્પર્ધાની ત્રીજા- ચોથા નંબરની ટીમ નકકી થઈ જશે. ટોકયો ઓલિમ્પિકસમાં ભારતીય ટીમ ચોથા નંબર પર આવી હતી. વર્તમાન સ્પર્ધામાં ભારતે મલેશિયાને ૯-૦થી હરાવ્યા બાદ જાપાન સામે પરાજય જોયો હતો, પણ પછી સિંગાપોરને ૯-૧થી હરાવ્યું હતું.

(2:29 pm IST)