Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

પંત અને અશ્વિન આઇસીસી 'પ્લેયર ઓફ ધ મંથ' માટે નોમીનેટ : સિરાજ નટરાજન પણ રેસમાં

દુબઈઃ ભારતના સિનિયર ઓફ સ્પિનર આર અશ્વિન અને વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના નવા પ્લેયર ઓફ ધ મંથ એવોડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.અશ્વિન અને પંત સિવાય ભારતના મોહમ્મદ સિરાજ અને ટી નટરાજન પણ આ સ્પર્ધામાં છે. આ બધાએ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝમાં ઐતિહાસિક વિજયમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આઇસીસીએ કહ્યું કે, આ એવોડ મહિલા અને પુરૂષ ક્રિકેટરોને આપવામાં આવશે. જેમણે આખા વર્ષમાં દરેક ફોર્મટમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જાન્યુઆરી મહિના માટે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ, ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ, અફઘાનિસ્તાનના રહેમાનુલ્લાહ ગુર્બાઝ, દક્ષિણ આફ્રિકાના મરિજેન કાપ અને નાદિન ડો કલાર્ક અને પાકિસ્તાની નિદા ડાર પણ રેસમાં છે.

(3:05 pm IST)