Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

ફિટનેસ માટે વર્કઆઉટ કરવાનો વિકલ્પ ન હોવો જોઇએ, વિરાટ કોહલી અને રૂષભ પંતે ફિટનેસનો પુરાવો આપતો વીડિયો શેર કર્યો

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે ફેરફાર થયા છે એમાં એક મહત્વનો ફિટનેસ છે. વર્તમાન સમયના ક્રિકેટર એમના સિનિયર ક્રિકેટરોની સાપેક્ષમાં વધુ ફિટ છે. રસપ્રદ વાત એ છે કે કેપ્ટન વિરાટ કોહલી ફિટનેસ બાબતે પણ ટીમની આગેવાની કરે છે. તેમણે મંગળવારે જીમમાં કસરત કસરતનો એક એવો વીડિયો શેયર કર્યો છે જે એમની ફિટનેસનો પુરાવો આપે છે. વિરાટની સાથે રૂષભ પંતે પણ આવો જ વીડિયો શેયર કર્યો છે.

ભારત આ સમયે ન્યૂઝીલેન્ડ પ્રવાસે છે. બંને ટીમના કેપ્ટન વચ્ચે ટી20 મેચની સીરીઝ રમાઇ રહી છે. બંને ટીમો વચ્ચે પહેલા બે મેચ ઓકલેન્ડના ઇડન પાર્કમાં રમાઇ હતી. આ બંને મેચ ભારતે જીતી છે. ત્રીજી મેચ બુધવારે હેમિલ્ટનમાં રમાશે. ભારત પાંચ મેચની સીરીઝમાં હાલમાં 2-0થી આગળ છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યો છે. આ વીડિયોમાં વર્કઆઉટ સાથે સ્ટંટ કર્યો છે. વિરાટ વીડિયોમાં જમીનથી એક બોક્સ પર છલાંગ મારે છે. વીડિયોની કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ફિટનેસ માટે વર્કઆઉટ કરવાનો વિકલ્પ ન હોવો જોઇએ, આ અનિવાર્ય હોવું જોઇએ, કે જેથી જાતને વધુ સારી બનાવી શકાય.

વિરાટ કોહલીની સાથે ઋષભ પંત પણ નજર આવે છે. ઋષભ પંતને જાણે વધુ મહેનત કરવાની જરૂર છે કે જેથી તે પ્લેઇંગ ઇલેવનમાં પરત સ્થાન મેળવી શકે. વિરાટ કોહલીની જેમ પંતે પણ આવી જ છલાંગ મારી છે અને વીડિયો અપલોડ કર્યો છે.

વિરાટ કોહલીએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, છોલે ભટૂરે એમના પ્રિય છે. જોકે ફિટનેસ જાળવી રાખવા માટે તે પોતાની ફેવરિટ ડિશ ઓછી ખાય છે. વિરાટ કોહલી ન માત્ર ફિટ છે પરંતુ સાથી ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત પણ છે. તેમણે કેટલાક વર્ષો પહેલા જ શાકાહારી બનવાનો પણ નિર્ણય લીધો છે.

(4:32 pm IST)